વડોદરા – કેટલા સિક્યુરિટી કોન્ટ્રાક્ટરો છે જે કાયદાનું પાલન કરે છે ?
પાલિકાની તિજોરી માંથી કોણ સિક્યોરિટી ગાર્ડના નામની પગારની ઉચાપત કરે છે
વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા વડસર EWS 228 આવાસ યોજનાના મકાનોમાં પાલિકા તંત્ર દ્વારા 2 સિફ્ટમાં સિક્યોરિટી ગાર્ડની હાજરીનો પોઇન્ટ રાખવામાં આવ્યો છે, પરંતુ પાલિકાના સિક્યોરિટી શાખાના અધિકારીઓ અને સૈનિક સિક્યોરિટી સર્વિસ એજન્સી દ્વારા ગેરરીતિ આચરતા હાજરી પોઇન્ટ પર સિક્યોરિટી ગાર્ડ ફરજ બજાવતા જ નથી અને હાજરી રજીસ્ટર માં હાજરી પુરવામાં આવે છે અને પાલિકા તિજોરીમાં થી સિક્યોરિટી ગાર્ડ ના નામની પગાર ચૂકવણી કરવામાં આવે છે. જ્યારે કે છેલ્લા દસ વર્ષથી સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કર્મચારી મનુભાઈને વધુ ઉંમર થઈ ગઈ હોય નોકરીમાંથી છુટ્ટા કરવામાં કરી દેવામાં આવ્યા છે. અનેક હાજરી પોઇન્ટ પર 55 વર્ષથી વધુ ઉંમરના લોકો સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જોવા મળતા હોય છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી સૈનિક સિક્યોરિટી સર્વિસ એજન્સી સામે શું પગલાં લઈ સસ્પેન્ડ કરવામાં આવે છે કે જવાબદાર સિક્યોરિટી શાખાના અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે છે એ જોવાનું રહ્યું.
જ્યાં વડસર વિસ્તારમાં આવેલા EWS 228 આવાસ યોજનાના મકાનોમાં પાલિકા દ્વારા બે સિફ્ટ માં સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા હોય છે, પગાર પણ ચૂકવાય છે, હાજરી પત્રકમાં હાજરી પુરાય છે અને પગાર પણ પાલિકાની તિજોરીમાંથી ચુકવાતો હોય ત્યારે પાલિકાના અધિકારીઓએ પગાર કોને જાય છે કેટલો જાય છે એની તપાસ રાખવી જોઈએ.. 10 સિક્યુરિટી ગાર્ડના નામે પગાર તો ચૂકવાય છે પરંતુ હાલ વડસર વુડાના મકાનો પર એક પણ સિક્યુરિટી ગાર્ડ જોવા મળતો નથી. તો પગાર કોના ખિસ્સામાં જાય છે એ તપાસમાં વિષય છે . જો આ વાતની ગંભીરતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તથા સિક્યુરિટી શાખાના અધિકારીઓ તપાસ કરીને યોગ્ય પગલા નહીં લે તો પાલિકાની તિજોરી ને આ જ રીતે સિક્યુરિટી એજન્સી અને મળતીયાઓ ખાલી કરતા રહેશે.