Vadodara

જ્યાં ગેંગરેપ થયો હતો તે રોડ પર પોલીસ ચોકી મૂકવામાં આવી



ભાયલી, સેવાસી જેવા જ્યા અવવારું અને અંધારું, છે ત્યાં હજી અંધારપટ,

વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં અવાવરુ રોડ પર ધોરણ-૧૧ની વિદ્યાર્થિની પર ગેંગરેપની ચકચારી ઘટના બાદ પણ તંત્ર હજી સુધી જાગ્યું નથી. આ રોડ તેમજ તેની નજીકના રોડ પર હજી પણ લાઇટની સુવિદ્યા નહી અપાતા ફરી આ નિર્જન રોડ પર ગમે ત્યારે મોટી ઘટના બને તે હેતુ પોલીસ વિભાગ દ્વારા પોલીસ ચોકી મૂકવામાં આવી છે પરંતુ તંત્ર હજી લાઈટ મૂકી શકી નથી


ભાયલી વિસ્તારમાં લાઇટ વગરના રોડ પર વિદ્યાર્થિની તેના બોયફ્રેન્ડ સાથે નવરાત્રિ દરમિયાન ગઇ હતી ત્યારે ગેંગરેપની ઘટના બની હતી.

રાત્રિના અંધારામાં તેમજ સ્ટ્રીટ લાઇટ ના હોય તેવી જગ્યાએ અસામાજિક તત્વોના અડ્ડા હોય છે અને તેનો જ ભોગ વિદ્યાર્થિની તેમજ તેનો બોયફ્રેન્ડ બન્યા હતાં. આ ચકચારી ઘટનાને બે સપ્તાહથી વધુનો સમય થઇ ગયો પરંતુ આ વિસ્તારની હાલત હજી પણ એવી ને એવી જ છે. જ્યાં વિધર્મીઓ દ્વારા 16 વર્ષની બાળકી દુષ્કર્મ થયું હતું ત્યાં સફાળે જાગેલી પોલીસ પોલીસ ચોકી તો ખોલી નાખી પરંતુ હજુ સુધી તંત્ર ઊંઘમાં છે એવું દેખાઈ આવે છે.

આ વિસ્તારમાં રોડ તો તૈયાર કરી દેવામાં સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા પોલીસ ચોકી પણ મૂકી દેવામાં આવી છે. પરંતુ સ્ટ્રીટ લાઇટ નહી હોવાના કારણે રાત્રે અસામાજિક તત્વોને લીલાલહેર થઇ જાય છે. રાત્રિના સમયે કેટલાંક યુગલો આવા સ્થળ પર આવીને નિર્લજ્જ કૃત્ય પણ કરતાં હોય છે. રાત્રે લાઇટ નહી હોવાથી સામાન્ય રીતે મોટાભાગના લોકો તે રોડ પરથી પસાર થવાનું ટાળે છે પરંતુ ખોટા કામ કરવાવાળાને મોજ પડી જાય છે. સમગ્ર રાજ્યમાં ગેંગરેપની ચકચારી ઘટના છતાં પણ હજી તંત્ર સુધર્યું નથી.

પોલીસ દ્વારા આવા સ્થળોએ રાત્રિ પેટ્રોલિંગ તો શરૂ કરવામાં આવ્યું છે પરંતુ પોલીસને પણ રોડ પર લાઇટ નહી હોવાથી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ખરેખર ગેંગરેપ જેવો ગંભીર બનાવ બન્યો હોવા છતાં પણ તંત્ર હજી જાગ્યુ નથી અને ફરી કોઇ ગંભીર બનાવ બને તેની રાહ જોઇ રહ્યું છે. ભાયલી ખૂબ ઝડપથી વિકસિત થતો વિસ્તાર છે, આવા સ્થળે રોડની સાથે સાથે સ્ટ્રીટલાઇટોની પણ સુવિદ્યા ઊભી કરી દેવી જોઇએ તેના બદલે આ વિસ્તારના લોકોને રાત્રિના અંધારામાં જ રાખવું તંત્રને પોષાતું હોય તેમ લાગે છે.

સ્થાનિકોનું કહેવું છે દુષ્કર્મની ઘટના પછી રોડ તો અહીં બનાવ્યા છે પોલીસ ચોકી પણ આવી ગઈ છે પરંતુ તંત્ર આ કોઈ વડોદરા શણગારવામાં પડ્યું હોય લાઇટો ઝગમગતી હોય પરંતુ ભાઈલી જેવા વિસ્તાર જ્યાં ખોટા કામો થાય ત્યાં આગળ લાઈટો ક્યારે નાખશે ?

Most Popular

To Top