Vadodara

જ્યાં અમે જઈશું ત્યાં અમારી દીકરી સાથે રહે તે માટે અમે અમારા હાથ પર રોશનીનું ટેટૂ દોરવ્યું..

શહેરમાં હરણી બોટ કાંડની દુર્ધટના જાડા ચામડીના અધિકારીઓ અને તંત્ર ભૂલી ચૂક્યા છે પરંતુ માતા-પિતા ગુમાવેલ બાળકને કેવી રીતે વિસરી શકે…..!!!..

વડોદરા શહેરમાં 18 જાન્યુઆરી,2024ના દિવસે એક કરૂણ ઘટના સર્જાઇ હતી. હરણી લેકઝોન ખાતે ખાનગી શાળાના બાળકો અને શિક્ષકો સાથેની બોટ પલટી ખાઇ જતાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહરાજ્ય મંત્રી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા એટલી હદે હતી કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો.દુર્ઘટનામાં ચૂંટણી પહેલા વીસ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા પરંતુ જેવી ચૂંટણી પૂર્ણ થઇ તે સમય દરમિયાન ટપો ટપ તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.પાલિકાના જવાબદાર અધિકારીઓ તથા શહેરના વાઘોડિયારોડ સ્થિત સનરાઇઝ સ્કૂલના જવાબદાર સંચાલક, આચાર્ય નો આબાદ બચાવ થાય તે રીતે આખી ગોઠવણ રાજકીય અને મોટાં માથાઓ દ્વારા કરી દેવામાં આવી. હવે હરણી બોટકાંડ કેસ નબળો પડી જાય તે રીતે રિપોર્ટ તૈયાર કરી સબમીટ કરી દેવામાં આવ્યા છે. હરણી બોટકાંડના આરોપીઓ બિંધાસ્ત ફરી રહ્યાં છે.વડોદરાના લોકો પણ આ નાના નાના ભૂલકાંઓના મૃત્યુ તથા તેમના પરિવાર પર આવી પડેલા અસહ્ય દુઃખને લગભગ વિસરી ગયા છે પરંતુ માતા પિતા પોતાના વહાલસોયા બાળકોને કેવી રીતે વિસરી શકે?ત્યારે વડોદરા શહેર પાણીગેટ વિસ્તારમાં રહેતા પંજક શિંદે અને તેમની પત્નીએ આ માનવસર્જિત હરણીબોટકાંડની દુર્ઘટનામાં ગુમાવેલ દીકરી ભૂલાય ન જાય તે માટે પોતાના હાથ પર તેનું ટેટુ બનાવ્યું છે.
ગરીબ વર્ગના પરિવારને ન્યાય હજુ સુધી મળેલ નથી પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે શાળા દ્વારા બાળકોને પિકનિક માટે લઈ ગયા હતા પરંતુ શાળાની બેદરકારીના લીધે 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા છે આ ઘટના બની ત્યારે તમામ પદાઅધિકારીઓ અને રાજકીય નેતાઓ ઘરે આવતા હતા,હમદર્દી બતાવતા હતા પરંતુ આજે આ ઘટનાને છ મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં પરિવારને ન્યાય મળ્યો નથી.હવે કોઇ નેતા અધિકારીઓ દેખાતા નથી કે ન્યાય અપાવવા માટે આગળ નથી આવી રહ્યાં. માતાપિતા પર શું વિતી રહી છે તેની પણ જવાબદાર સ્કૂલ, રાજકીય નેતાઓને પડી નથી. જો આ ઘટનામાં કોઈ નેતાનું બાળક ગયું હોત તો અત્યાર સુધીમાં તો આરોપીઓ સામે કડક કર્યવાહી થઇ ગઇ હોત પરંતુ મધ્યમ વર્ગના પરિવારના બાળકોના ન્યાય માટે કોને પડી છે? વડોદરાના જે વકીલોએ ભેગા મળી આ ઘટનામાં આરોપીઓ તરફે એકપણ વકીલ કેસ નહીં લડે તેવી જાહેરાત કરી હતી તેવા કાયદાના રખેવાળ જ આરોપીઓને બચાવવા દોડી ગયા અને માનવતાની સાથે સાથે નૈતિકતા પણ જાણે ભૂલી ગયા.

આ બાળકોને ન્યાય મળ્યો નથી પાણીગેટ વિસ્તારમાં રહેતા પંકજ શિંદે અને તેઓની પત્ની એ ટેટુ દોરાવ્યું જેથી તેઓની દીકરીને હંમેશાં પોતાની યાદોમાં જીવંત રાખી શકે. માતા અને પિતા પોતાના બાળકો કેમ ભૂલી જાય આ દુર્ઘટનામાં જે બાળકો મૃત્યુ પામ્યા છે તેઓને હજી પણ તંત્ર પર , ન્યાયતંત્ર પર વિશ્વાસ જ નથી રહ્યો. એક કહેવત છે કે’સમરથ કો નહિ દોષ ગુસાઇ’ આજના યુગમાં સમર્થ વ્યક્તિને કોઇ દોષ લાગું પડતો નથી.
પાણીગેટ વિસ્તારનું આ પરિવાર રોજ કમાવી ને ગુજરાન ચલાવે છે. હજી પણ બાળક ગુમાવ્યાનો વિશ્વાસ જ નથી થઈ રહ્યો.તેઓ દરરોજ આશામાં રાહ જુએ છે કે ,હમણાં અમારું બાળક શાળાએ થી આવશે અને ઘરમાં રમશે. રોશનીની યાદો વિસરાય ન જાય તે માટે પોતાના હાથ પર દીકરીની છબી અને તેનું નામ લખાવ્યું છે. તેઓની વેદના સાથે પોતાની દીકરી પ્રત્યેનો અનહદ પ્રેમ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે જ્યાં જઈએ ત્યાં અમારી દીકરી સાથે છે તે માટે દીકરીની છબીનુ ટેટુ હાથ પર બનાવ્યું છે.તેઓના આંખોમાં પુત્રીના વિયોગની વેદના અને આંસુઓ સૂકાતા નથી. નમ આંખો સાથે સાથે તંત્ર સામે, જવાબદારો સામે એક આક્રોશ છે તેઓ જણાવે છે કે, ભલે રાજકીય,તંત્ર, પૈસા અને વગથી જવાબદારો બચી જશે પરંતુ કુદરત પર અમને ભરોસો છે કે એ ન્યાય જરૂર કરશે અને દોષિતોને કુદરત જરૂર સજા આપશે. આજે માતાપિતાને પોતાની બાળકીના વિરહમાં જે રીતે અંતરાત્મા કકળી રહી છે ત્યારે કુદરત પણ આ જોઈ રહી છે એક દિવસ દોષિતોને પણ સજા થશે .

જઈશું ત્યાં અમારી દીકરી સાથે રહે તે માટે અમે અમારા હાથ પર રોશનીનું ટેટૂ દોરવ્યું

વડોદરા શહેરમાં 18 જાન્યુઆરી,2023ના દિવસે એક કરૂણ ઘટના સર્જાઇ હતી. હરણી લેકઝોન ખાતે ખાનગી શાળાના બાળકો અને શિક્ષકો સાથેની બોટ પલટી ખાઇ જતાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત કુલ 14 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહરાજ્ય મંત્રી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા એટલી હદે હતી કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો.દુર્ઘટનામાં ચૂંટણી પહેલા વીસ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા પરંતુ જેવી ચૂંટણી પૂર્ણ થઇ તે સમય દરમિયાન ટપો ટપ તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.પાલિકાના જવાબદાર અધિકારીઓ તથા શહેરના વાઘોડિયારોડ સ્થિત સનરાઇઝ સ્કૂલના જવાબદાર સંચાલક, આચાર્ય નો આબાદ બચાવ થાય તે રીતે આખી ગોઠવણ રાજકીય અને મોટાં માથાઓ દ્વારા કરી દેવામાં આવી. હવે હરણી બોટકાંડ કેસ નબળો પડી જાય તે રીતે રિપોર્ટ તૈયાર કરી સબમીટ કરી દેવામાં આવ્યા છે. હરણી બોટકાંડના આરોપીઓ બિંધાસ્ત ફરી રહ્યાં છે.વડોદરાના લોકો પણ આ નાના નાના ભૂલકાંઓના મૃત્યુ તથા તેમના પરિવાર પર આવી પડેલા અસહ્ય દુઃખને લગભગ વિસરી ગયા છે પરંતુ માતા પિતા પોતાના વહાલસોયા બાળકોને કેવી રીતે વિસરી શકે?ત્યારે વડોદરા શહેર પાણીગેટ વિસ્તારમાં રહેતા પંજક શિંદે અને તેમની પત્નીએ આ માનવસર્જિત હરણીબોટકાંડની દુર્ઘટનામાં ગુમાવેલ દીકરી ભૂલાય ન જાય તે માટે પોતાના હાથ પર તેનું ટેટુ બનાવ્યું છે.
ગરીબ વર્ગના પરિવારને ન્યાય હજુ સુધી મળેલ નથી પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે શાળા દ્વારા બાળકોને પિકનિક માટે લઈ ગયા હતા પરંતુ શાળાની બેદરકારીના લીધે 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા છે આ ઘટના બની ત્યારે તમામ પદાઅધિકારીઓ અને રાજકીય નેતાઓ ઘરે આવતા હતા,હમદર્દી બતાવતા હતા પરંતુ આજે આ ઘટનાને છ મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં પરિવારને ન્યાય મળ્યો નથી.હવે કોઇ નેતા અધિકારીઓ દેખાતા નથી કે ન્યાય અપાવવા માટે આગળ નથી આવી રહ્યાં. માતાપિતા પર શું વિતી રહી છે તેની પણ જવાબદાર સ્કૂલ, રાજકીય નેતાઓને પડી નથી. જો આ ઘટનામાં કોઈ નેતાનું બાળક ગયું હોત તો અત્યાર સુધીમાં તો આરોપીઓ સામે કડક કર્યવાહી થઇ ગઇ હોત પરંતુ મધ્યમ વર્ગના પરિવારના બાળકોના ન્યાય માટે કોને પડી છે? વડોદરાના જે વકીલોએ ભેગા મળી આ ઘટનામાં આરોપીઓ તરફે એકપણ વકીલ કેસ નહીં લડે તેવી જાહેરાત કરી હતી તેવા કાયદાના રખેવાળ જ આરોપીઓને બચાવવા દોડી ગયા અને માનવતાની સાથે સાથે નૈતિકતા પણ જાણે ભૂલી ગયા.
આ બાળકોને ન્યાય મળ્યો નથી પાણીગેટ વિસ્તારમાં રહેતા પંકજ શિંદે અને તેઓની પત્ની એ ટેટુ દોરાવ્યું જેથી તેઓની દીકરીને હંમેશાં પોતાની યાદોમાં જીવંત રાખી શકે. માતા અને પિતા પોતાના બાળકો કેમ ભૂલી જાય આ દુર્ઘટનામાં જે બાળકો મૃત્યુ પામ્યા છે તેઓને હજી પણ તંત્ર પર , ન્યાયતંત્ર પર વિશ્વાસ જ નથી રહ્યો. એક કહેવત છે કે’સમરથ કો નહિ દોષ ગુસાઇ’ આજના યુગમાં સમર્થ વ્યક્તિને કોઇ દોષ લાગું પડતો નથી.
પાણીગેટ વિસ્તારનું આ પરિવાર રોજ કમાવી ને ગુજરાન ચલાવે છે. હજી પણ બાળક ગુમાવ્યાનો વિશ્વાસ જ નથી થઈ રહ્યો.તેઓ દરરોજ આશામાં રાહ જુએ છે કે ,હમણાં અમારું બાળક શાળાએ થી આવશે અને ઘરમાં રમશે. રોશનીની યાદો વિસરાય ન જાય તે માટે પોતાના હાથ પર દીકરીની છબી અને તેનું નામ લખાવ્યું છે. તેઓની વેદના સાથે પોતાની દીકરી પ્રત્યેનો અનહદ પ્રેમ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે જ્યાં જઈએ ત્યાં અમારી દીકરી સાથે છે તે માટે દીકરીની છબીનુ ટેટુ હાથ પર બનાવ્યું છે.તેઓના આંખોમાં પુત્રીના વિયોગની વેદના અને આંસુઓ સૂકાતા નથી. નમ આંખો સાથે સાથે તંત્ર સામે, જવાબદારો સામે એક આક્રોશ છે તેઓ જણાવે છે કે, ભલે રાજકીય,તંત્ર, પૈસા અને વગથી જવાબદારો બચી જશે પરંતુ કુદરત પર અમને ભરોસો છે કે એ ન્યાય જરૂર કરશે અને દોષિતોને કુદરત જરૂર સજા આપશે. આજે માતાપિતાને પોતાની બાળકીના વિરહમાં જે રીતે અંતરાત્મા કકળી રહી છે ત્યારે કુદરત પણ આ જોઈ રહી છે એક દિવસ દોષિતોને પણ સજા થશે .

Most Popular

To Top