*માતાએ ઇન્સ્ટા ચેક કરવા મોબાઈલ લેવા જતા પુત્રે સોશિયલ મીડિયાની તમામ ચેટ ડિલીટ કરી નાખી
*ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા પિતાએ ઠપકા આપતા ગેરવર્તન કર્યા બાદ પુત્ર ઘર છોડી ભાગી ગયો
વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા અનાજ કરીયાણાના વેપારીનો ધોરણ-9માં અભ્યાસ કરતા 14 વર્ષીય પુત્ર ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરી રહ્યો હતો તે સમયે માતાએ હાથમાં મોબાઇલ લઇ ચેક કરતા પુત્રે ચેટ ડીલીટ કરી નાખ્યા હતા. માતાએ ચેટ અંગે પુછતા પુત્ર ગુસ્સે થયો હતો અને જણાવ્યું હતું ‘જો ઇન્સ્ટાગ્રામમાં મારુ આઇડી ચેક કરશો તો હુ સુસાઇડ કરી લઇશ’ તેવી ધમકી આપી ઘર છોડી ભાગી ગયો હતો. આઠ દિવસ ઉપરાંતનો સમય થઇ ગયો છતાં પુત્ર પરત નહી આવતા માતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા જમાનો છે ત્યારે દરેક બાળકો, આધેડ તથા વૃદ્ધ લોકો સોશિયલ મીડિયા જેવા કે વોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ, યુ ટ્યૂબ, ટ્વીટર પર પોતાની આઇડી બનાવી તેના પર સતત ચેટ કરતા હોય છે. રોજ નવી નવી રિલો બનાવીને અપલોડ પણ કરતા રહેતા હોય છે. પરંતુ કેટલીક વખત ઓનલાઇન ચેટ કરતી વેળા કેટલાક બાળકોને એવા લોકો સાથે ભેટો થઇ જાય છે કે તે બાળકોના ફ્યુચરનો દાટ વળાઇ જતો હોય છે. હાલમાં બાળકો એટલી હદે મોબાઇલ અને સોશિયલ મીડિયાના બંધાણી બની ગયા છે કે સતત તેઓ સાઇટો પર ચેટિંગ કર્યા કરતા હોય છે. જેના કારણે બાળકોના માઇન્ડ સેન્સેટિવ થઇ ગયા છે કે જો તેમને સહેજ પણ ડિસ્ટર્બ કરો તો બાળકો તુરંત ગુસ્સે ભરાઇ જતા હોય છે અને શુ કરી બેસે છે તે તેમને ખુદને પણ જાણ હોતી નથી. તેવો એક કિસ્સો ખોડિયારનગર વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે.
જેમાં એવી વિગત છેકે સયાજીપુરા વિસ્તારમાં અર્થ આઇકોન સામે આવેલી વલ્લભ ઓરચીડમાં રહેતા મહિલાના પતિ સોમાતળાવ બ્રિજ પાસે અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે. તેમને સંતાનમાં એક 14 વર્ષનો પુત્ર છે, જે અંબે વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. 17 ફેબ્રુઆરીના રોજ રાત્રીના સમયે માતા અને પુત્ર ઘરે હતા જ્યારે પિતા દુકાન પર હતા. તે દરમિયાન રાત્રીના સમયે સગીર પુત્ર ઇન્સ્ટાગ્રામ પર કોઇની સાથે ચેટ કરી રહ્યો હતો. જેથી માતાએ તેના હાથમાંથી મોબાઇલ લઇ લીધો હતો અને ચેટ ચેક કરતા પુત્રે ઇન્સ્ટાની ચેટ ડિલીટ કરી નાખી હતી. જેથી માતાએ ચેટ બાબતે તેને પુછતા પુત્ર એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને ગુસ્સામાં માતાને જણાવ્યું હતું જો ઇન્સ્ટાગ્રામમાં મારુ આઇડી ચેક કરશો તો હુ આપઘાત કરી લઇશ અને ઘર છોડીને જતો રહીશ તેવી ધમકી આપી ઘરની બહાર નીકળી ગયો હતો. વારંવાર સમજાવીને બોલાવવા છતાં છેલ્લા આઠ દિવસ ઘરે પરત નહી આવી ગુમ થયો ગયો છે. જેથી સગીરની માતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં પોતાના ગુમ પુત્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બાપોદ પોલીસ સ્ટેશનમાં લેવા ગયા ત્યારે પુત્રે માતા-પિતાને કહ્યુ કે હુ ઘરે આવવાનો નથી
ઇન્સ્ટાગ્રામ ચેક કરતા ગુસ્સે ભરાઇને ભાગી ગયેલા પુત્રને માતા પકડી લાવી હતી. ત્યારબાદ તેને સમજાવવા માટે માતાએ તેમના બનેવી બોલાવ્યા હતા. દરમિયાન તેમના પતિ દુકાનથી ઘરે આવી ગયા હતા. જેથી તેમને હકીકત જણાવતા તેઓએ પુત્રને ઠપકો આપતા પિતા સામે ગમેતેમ બોલીને ઘરમાંથી ભાગી ગયો હતો. દરમિયાન મોડી રાત સુધી ઘરે પરત ફર્યો ન હતો. દરમિયાન મહેલુ શર્માનો ફોન આવ્યો હતો કે તમારા પુત્ર વારસીયામાંથી બાપોદ પોલીસ સ્ટેશનમાં લઇ ગયા છે. જેથી માતા પિતા પુત્રને મળતા તેણે હુ ઘરે આવવાનો નથી તેમ જણાવ્યું હતું. જેથી મહિલા તેને બેન બનેવી બોલાવવી સોપ્યો હતો ઘરે જતી વેળા મોપેડ પર બેસવાનું કહેતા ફરી ભાગી ગયો હતો. ત્યારબાદ તેના મિત્રો ઘરે જતો રહ્યો હતો જે હજુ સુધી ઘરે પરત ફર્યો નથી.