Vadodara

જોઇન્ટ સીપી લીના પાટીલની આગેવાનીમાં વાહનોનું ચેકીંગ

*આગામી થર્ટી ફર્સ્ટ અને નવ વર્ષને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની,લોકોની સલામતી અંગેની સ્થિતિ જળવાય તથા નશાખોરો અને શરાબ, ડ્રગ્સ સહિતના માદક પદાર્થોની હેરફેર ન થાય તે માટે જોઇન્ટ પોલીસ કમિશનર લીના પાટીલની આગેવાનીમાં શહેરના ફતેગંજ, વૃંદાવન ચારરસ્તા ખાતે વાહનોનું ચેકીંગ હાથ ધરાયું હતું.




ઇન્ચાર્જ ડીસીપી ઝોન -4 આઇપીએસ અભિષેક ગુપ્તા, બાપોદ પોલીસ સ્ટેશન તથા પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ સાથે વૃંદાવન ચારરસ્તા ખાતે વાહન ચેકીંગ ડ્રાઇવ દરમિયાન 15 થી 20 બાઇકો,2 કાર ડિટેન કરવામાં આવી હતી.


રાત્રિ બજાર ખાતે જોઇન્ટ પોલીસ કમિશનર તથા પોલીસ અધિકારીઓ પહોંચતા એક તબક્કે દુકાનદારોએ પોતાની દુકાનોના શટર પાડી દીધા હતાં.

આગામી થર્ટી ફર્સ્ટ તથા અંગ્રેજી નવા વર્ષની ઉજવણી કરવા માટે એક તરફ બુટલેગરો તથા નશાખોરો સક્રિય બન્યા છે ડાન્સ ડિનર અને ડ્રીંક ની પાર્ટીઓ માટે કેટલાક લોકો થનગની રહ્યા છે ત્યારે બીજી તરફ આવા તત્વો પર લગામ કસવા માટે ‘લેડી સિંઘમ’ શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર ડો.લીના પાટીલે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે સાથે જ લોકોની સલામતી માટે એક્શન પ્લાન સાથે મોરચો સંભાળ્યો છે અને શહેરમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવ સાથે જ નશીલા,માદક પદાર્થોની હેરફેરને ડામવા માટે ગુરુવારે રાત્રે શહેરના પૂર્વ વિસ્તાર એવા વાઘોડિયારોડ સ્થિત વૃંદાવન ચારરસ્તા ખાતે વાહનોના ચેકીંગ ની ડ્રાઇવ હાથ ધરી હતી જેમાં ઇન્ચાર્જ ડીસીપી ઝોન -4 આઇપીએસ અભિષેક ગુપ્તા, બાપોદ તથા પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ દ્વારા વાહનોના ચેકીંગ હાથ ધરવામાં આવ્યા હતા. તે દરમિયાન લાઇસન્સ વિનાના, નંબર પ્લેટ વિનાના, સરકારી ગાડી ના બોર્ડ સહિતના તથા બ્લેક ફિલ્મ લગાડેલ ફોર વ્હીલર,ટુ વ્હીલર ઓટો રિક્ષા,આઇશર ટેમ્પો સહિતના અન્ય વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ બ્રેથ એનેલાઇઝર સાથે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અંદાજે પંદર થી વીસ જેટલા બાઇકોને ડિટેન કરવામાં આવ્યા હતા સાથે જ બે કારને પણ લાયસન્સ સહિતના જરુરી કાગળો ન હોય ડિટેન કર્યા હતા.

જોઇન્ટ પોલીસ કમિશનર પોતે હાજર રહી આ ડ્રાઇવ નું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ શહેરના કારેલીબાગ રાત્રિ બજાર ખાતે પહોંચ્યા હતા અને અહીં પણ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતાં એક તબક્કે કેટલાક વેપારીઓએ દુકાનના શટર પાડી દેતાં જોઇન્ટ પોલીસ કમિશનર ડો.લીના પાટીલે તેઓને પોતાની દુકાનો ચાલુ રાખવા જણાવ્યું હતું સાથે જ અહીં વાહનોના ચેકીંગ હાથ ધરવામાં આવતા એક તબક્કે લોકોમાં સોંપો પડી ગયો હતો.
જોઇન્ટ પોલીસ કમિશનર ડો.લીના પાટીલે એક એક્શન પ્લાન સાથે જે રીતે ચેકીંગ ડ્રાઇવ હાથ ધરી છે તેને લઈને બુટલેગરો,નશાખોરો તથા ડ્રીંક કરી વાહન ચલાવતા લોકોમાં, રાત્રે જોખમી રીતે બેફામ અને છાટકા બની તથા નશો કરી વાહન ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ ડ્રાઇવ શહેરના તમામ વિસ્તારોમાં ચાલુ રાખવામાં આવશે તેમ ડીસીપી ઝોન -4અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું.

Most Popular

To Top