શહેરના જેતલપુર રોડ અંબિકા મિલની ચાલી પાસેના વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ પીવાના દુષિત પાણીને પગલે લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે. અહી મંદિર, મસ્જીદ આવેલી છે. હોટલો અને હોસ્પિટલો આવેલા છે . રહેણાક વિસ્તાર પણ છે. સાથે સાથે નાના મોટા વેપારીઓ પણ વેપાર કરતા હોય છે. ત્યારે અવર જવરના માર્ગ પર ગટરો ઉભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્રને અવારનવાર રજુઆતો કરવા છતાં છ મહિનાથી કોઇ નિવારણ લાવવામાં આવ્યું નથી.જેને પગલે નારાજ સ્થાનિક રહીશોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર છેલ્લા છ મહિનાથી વોર્ડ 12 માં સમાવિષ્ટ જેતલપુર રોડ વિસ્તારમાં નાની મોટી દુકાનો , હોસ્પિટલો, હોટલો મંદિર, મસ્જીદ પાસે પાણીની નળીકામાં ફોલ્ટ થયું હોવાથી ડ્રેનેજ ઉભરાતા ગંદુ પાણી રોડ પર ફેલાઈ રહ્યું છે. જેના કારણે આખા વિસ્તારમાં માથું ફાટી જાય એવી દુર્ગંધ ફેલાઈ રહી છે. વિસ્તારોમાં પીવાનું ગંદુ પાણી આવે છે. તેમજ ગટરોનું દુર્ગંધ મારતું ગંદુ પાણી રોડ પર ફેલાય છે. જેને પગલે રોગચાળો ફાટી નિકળે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ વિસ્તારમાં માતાજી નું મંદિર પણ આવેલું છે સ્થાનિકોનું કહેવું છે લોકો નવરાત્રી દરમિયાન દર્શન કરવા પણ નથી જઈ શકતા. પંડિતજી પણ મોઢા પર માસ્ક પેહરી માતાજીની પૂજા અને આરતી કરે છે. અનેકવાર ફરિયાદ કરી છતાં કોઈ આ વિસ્તાર માં જોવા પણ નથી આવતું. સ્થાનિકોને આવવા જવામાં ભારે તકલીફ પડી રહી છે. આસપાસ ની રહેણાક વિસ્તારમાં સહિતનાં ધંધાદારી પણ ગટર લાઇન ચોકઅપ થવાને કારણે ગટરનાં ગંદા પાણી રોડ પર ઉભરાઇ રહ્યાં હોય પરેશાન થઈ રહ્યા છે. આ વિસ્તારમાં પણ મસ્જીદમાં જનાર નમાઝીઓને ગંદા પાણીમાં રહીને નમાઝ પઢવા જવું પડે છે. જેથી લોકોમાં સેવાસદનનાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે અવારનવાર સેવાસદનનાં તંત્રને રજુઆત કરવા છતાં કોઇ સમસ્યાનો કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેથી સ્થાનિક રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વહેલી આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો આવનાર દિવસોમાં ગટરોનું ઉભરાતું દુષિત અને દુર્ગંધ વાળુ પાણીની ડોલ ભરી વોર્ડ 12 ની કચેરીએ જઈ ને મુકીશું જેનાથી એસી માં બેઠેલા અધિકારીઓ ને પણ ખબર પડે અમે કેવી રીતે જીવીએ છીએ.
ઉલ્લેખનીય છે સ્વચ્છતા અભિયાનનું પખવાડિયું જ્યારે ઉજવાતું હોય, હાલ રાજ્યના ગૃહ મંત્રી વડોદરા ની મુલાકાતે આવનાર હોય આવનારા દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વડોદરા આવવાના હોય ત્યારે વડોદરા સ્વચ્છતા અભિયાનમાં ચોર પકડાયું હોય એવામાં આ વિસ્તાર ના લોકોને આવી ગંદકીમાં રહેવાનું અને દૂષિત પીવાનું પાણીથી ક્યારે છુટકારો મળશે?