શહેરના બ્રિજમાં પણ ગાબડાં કે કોન્ટ્રાકટર નું હલકી ગુણવત્તાનું સર્ટિ
વડોદરા શહેરના અતિ વ્યસ્ત એવા કાલાઘોડા અને અલકાપુરી વિસ્તારને જોડતા જેતલપુર ઓલર બ્રિજ પર પોપડા નિકળીને સળિયા દેખાઇ રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ બ્રિજનું ઉદ્ધાટન વર્ષ 2011 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. માત્ર 13 વર્ષમાં જ બ્રિજની હાલત ખખડ ધજ થઈ ગયેલી જોવા મળી છે.
વડોદરાના ઓવર બ્રીજો બન્યા ને હજી પંદર વર્ષ પૂર્ણ ના થયા હોય અને ખાડા પાડવા અને તિરાડો પડેલી જોવા મળી હતી પરંતુ શહેરના અતિ વ્યસ્ત એવા જેતલપુર ઓવર બ્રિજની દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. ઓવર બ્રિજ પર ગાબડાં પડ્યા અને પોપડા નિકળીને સળિયા દેખાઇ રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. આ ઓવર બ્રિજનું ઉદ્ધાટન વર્ષ 2011 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. 23.54 કરોડનો ખર્ચ લાગ્યો હતો. આ બ્રિજને તંત્ર દ્વારા સ્વામી વિવેદાનંદ રેલવે ઓવરબ્રિજનું નામ આપવામાં આવ્યું છે. પરંતુ શહેરીજનોમાં જેતલપુર બ્રિજ તરીકે વધારે જાણીતો છે. તાજેતરમાં લાલ બાગ બ્રિજ પર રિસર્ફેસીંગ કરવામાં આવ્યું હતું. બાદમાં થોડાક જ સમયમાં ત્યાં ખાડા પડેલા જોવા મળ્યા હતા. જેને લઇને ફરી એક વખત સમારકામ કરવું પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. હવે આ બ્રિજમાં પણ પાલિકા તંત્ર દ્વારા સમારકામ કરવું પડશે. વડોદરામાં બ્રિજની કામગીરીમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું કરવામાં આવ્યું હોય ની લોકોમાં ચર્ચા થઈ રહી છે ત્યારે પાલિકા કોન્ટ્રાકટર પર કેવી કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું.
જેતલપુર ઓવર બ્રિજ પર ખાડા પડ્યા અને સળિયા દેખાયા
By
Posted on