Jetpur pavi

જેતપુર પાવી પાસે ભારજ નદીમાં ડાઇવર્ઝન ધોવાઈ જતા તાત્કાલિક નવું ડાઇવર્ઝન બનાવવા લોક માંગ

જેતપુર પાવી: છોટાઉદેપુર જિલ્લાના તાલુકા મથક એવા જેતપુર પાવીની જાણે દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે સરકાર અને વહીવટી તંત્ર જાણે પ્રજા સાથે મજાક કરતુ હોય તેમ વારંવાર ડાઇવર્ઝન તૂટી જતા ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યું છે. છેલ્લા લગભગ બે વર્ષ થી ભારજ નદીનો બ્રિજ તૂટી ગયો છે, ત્યાર બાદ ભારજ નદી પટમાં બે વખત ડાઇવર્ઝન બનાવામાં આવ્યું. જેમાં લગભગ 6.50 કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા.

તેવામાં છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહન ચાલકો માટે વન કુટિર ત્રણ રસ્તા રહી વાયા રંગલી ચોકડી રહી બોડેલી તરફ ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. જે રસ્તો વન કુટિર ત્રણ રસ્તા થી મોડાસર ચાર રસ્તા સુધી લગભગ 25 કિ. મી નું અંતર ખુબજ ભંગાર છે અને મોટા મોટા ખાડા પડી ગયા હોય વાહન ચાલકો ત્રાહિમામ પો કારી ગયા છે. જેમાં સમય અને નાણા નો વ્યય થઈ રહ્યો છે.

જેતપુર પાવી ના વેપાર ધંધા પડી ભાગવાની પુરેપુરી સંભાવના હોય વેપારી વર્ગ ભારે ચિંતામા મુકાયો છે. બીજી બાજુ જેતપુર પાવીથી બોડેલી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ પણ ખુબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેતપુર પાવી થી કામ અર્થે નીકળતા લોકો માટે માત્ર રેલ વહેવાર એક માત્ર ઉપાય રહ્યો હોય જેતપુર પાવી સહીત છોટાઉદેપુર જિલ્લાના લોકો ભારે ચિંતામા મુકાયા છે.ધોવાઈ ગયેલા ડાઇવર્ઝનનું સમાર કામ કરી લાઈટ વહેકેલ્સ ની અવર જવર પણ જો શરુ થઈ જાય તો પણ જિલ્લાના લોકો ને રાહત થાય તેમ છે.

Most Popular

To Top