Jetpur pavi

જેતપુર પાવીના મોટી આમરોલ ગામથી કારમાં લઈ જવાતા રૂ.૪.૩૬ લાખના દારૂ સાથે વડોદરાનું દંપતી ઝડપાયું

ગુજરાત મિત્ર. પાવી જેતપુર
જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી આમરોલ ગામે રોડ ઉપરથી વડોદરાના દંપતી દ્વારા અર્ટીકા ગાડીમાં લઈ જવાતો કિ.રૂ.૪,૩૬,૧૪૭ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા અર્ટીકા ગાડી મળી કુલ કિ.રૂ.૧૪,૪૩,૦૬૭ ના મુદ્દામાલને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, છોટાઉદેપુરે ઝડપી પાડ્યો છે.

એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ વિ.એન.તડવી, પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના આપી હતી. જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે,“એક સફેદ કલરની મારુતી સુઝુકી કંપની અર્ટીકા ફોર વ્હિલર મો.સા જેનો આર.ટી.ઓ રજી.નંબર GJ-06-RC-3513 માં એક પુરુષ અને તેની સાથે મહીલા છે તેઓ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી તેજગઢ થી મોટી અમરોલ, રતનપુર થઇ આગળ તરફ જનાર છે”. જે ચોક્કસ બાતમી હકીકત આધારે પોલીસ મોટી અમરોલ ગામે મોટા ફળીયા બસ સ્ટેશન પાસે રોડની બન્ને સાઇડે થોડા-થોડા અંતરે વોચ નાકાબંધીમાં ગોઠવાઈ ગયા હતા. થોડો સમય વોચમાં રહ્યા બાદ ઉપરોક્ત બાતમી હકીકત મુજબની વર્ણન વાળી મારુતી સુઝુકી કંપની અર્ટીકા ફોર વ્હિલર ગાડી રોકી કોર્ડન કરી ખાત્રી તપાસ કરતા અર્ટીકા ફોર વ્હિલર ગાડીમાં ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ભરેલા ખાખી કલરના પુઠાના બોક્ષ તથા ટીન બીયરની -છુટ્ટી બોટલો મળી આવી જેથી પકડાયેલ ઇસમો પૈકી અર્ટીકા ફોર વ્હિલર ચાલકનું નામઠામ પુછતા તેને પોતાનું નામ (૧) નરેશભાઇ કમલસિંગ ચૌહાણ ઉ.વ.૩૩ તેની અંગ ઝડતી કરતા રોકડ રકમ રૂ.૧,૯૨૦/- મળી આવી હતી તથા (૨) સ્વેતાબેન W/O નરેશભાઈ કમલસિંહ ચૌહાણ ઉ.વ.૨૬ બંન્ને રહે.જી-૧ પ્રેરણા કોમ્પ્લેક્ષ,એસ.આર.પી રોડ, નવાપુરા, વડોદરા શહેર તા.જી.વડોદરાએ કબ્જાની અર્ટીકા ગાડીમાં ખાત્રી તપાસ કરતા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયર ટીનની કુલ – બોટલ નંગ-૯૬૪ ની કુલ કિં.રૂ.૪,૩૬,૧૪૭/- નો પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલી એક મારુતી સુઝુકી કંપની અર્ટીકા ફોર વ્હિલર ગાડી રજી.નંબર GJ-06-RC-3513 જેની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા સદરી પકડાયેલા બે ઇસમો પૈકી એક ઇસમની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડ રુપીયા ૧,૯૨૦-મળી કુલ કિં.રૂ.૧૪,૪૩,૦૬૭/- નો પ્રોહી મુદામાલ કબ્જે કર્યો હતો. જેથી પ્રોહીનો કેસ શોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top