ગુજરાત મિત્ર…જેતપુરપાવી
જેતપુરપાવી સહિત તાલુકામાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો બે દિવસ આગાઉ અચાનક વાતાવરણ પલટો આવતા કમોસમી માવઠું થતા જગતના તાતને માથે હાથ મુકી રોવાનો વારો આવ્યો હતો. ઉપરાંત ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું હતું. ડાંગરના તૈયાર પાકને નુકસાન થતાં ધરતીપુત્રોને પડતા પર પાટુ જેવો ઘાટ થયો હતો. લાભપાંચમના ખાતમુહૂર્તો લઈને બેઠેલા વેપારીઓ પણ વરસાદને પગલે અટવાયા હતા. ખાતમુહૂર્તો મોડા થયા હતા.

જેતપુરપાવી તાલુકામાં અનેક ગામોમાં ખેતરોમાં કાપેલી ડાંગર વરસાદના પાણીમાં તરબોળ થઈ હતી. માવઠાને લઈ ચોમાસામાં તૈયાર થયેલ ડાંગરના પાકને વ્યાપક નુકસાન થતાં ધરતીપુત્રોને માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો હતો.