Jetpur pavi

જેતપુરપાવી પાસે દીપડાનો હુમલો – માતાનો આબાદ બચાવ, પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત

જેતપુર પાવી::

છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી નજીક ખંડિયાઅમાદાર વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા માતા અને પુત્ર પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પુત્ર રાઠવા જીજ્ઞેશ કુમાર કુલસીંગભાઈ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તેમની માતાનો આબાદ બચાવ થયો હતો.ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

આસપાસના લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત જીજ્ઞેશભાઈને સારવાર માટે જેતપુરપાવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે બોડેલી ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓની વધતી અવરજવર સામે આવી રહી હોવાથી વન વિભાગ દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાય તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.

રિપોર્ટર: આરીફભાઈ

Most Popular

To Top