પાવી જેતપુર:;જેતપુરપાવી પાસે ભારજમાં જનતા ડાઇવર્ઝન પાસેજ દેશી દારૂ ની ખાલી પોટલિયો નો ઢગલો જોવા મળ્યો હતો આવા રીઢા ગુનેગારો કોઈ પગલાં લેવાશે કે પછી પાણીનું નામ ભૂ…? આ કચરાના કારણે નદીના પાણીના સ્ત્રોતમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેમજ આસપાસના પર્યાવરણ અને વન્યજીવન પર ગંભીર અસર થવાની શક્યતા છે. આવા કૃત્યો પર તાત્કાલિક કાર્યવાહી થવી જરૂરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરપાવી પાસે મોટી રાસલી ગામની બાજુમાંથી ભારજ નદી પસાર થાય છે. જેના કિનારા પર મોટી સંખ્યામાં દેશી દારૂની ખાલી પોટલીનો જથ્થો જોવા મળ્યો હતો આટલી મોટી સંખ્યામાં આ દારૂની પોટલિયો આવી ક્યાંથી એ સવાલે ચર્ચાનું જોર પકડ્યું છે. શું સ્થાનિક પોલીસ આ ઘટનાથી અજાણ હશે જેવા અનેક સવાલો સેવાઈ રહ્યા છે