પરિવારે કમાઈને ખવડાવનાર દીકરો ગુમાવ્યો, યોગ્ય વળતર મળે અને ન્યાય મળે એવી પરિવારજનો માંગ કરી રહ્યા છે
પ્રતિનિધિ બોડેલી
યાત્રાધામ પાવાગઢ ખાતે રોપવે દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. જેમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બે વ્યક્તિના મૃત્યુ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોડેલી નગર પાસે જૂની બોડેલીના હિતેશભાઈ બારીયા નું પણ પાવાગઢ રોપ વે દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. જેને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

બોડેલી તાલુકામાં શોકનું મોજુ ફરી વળ્યું હોય એવું લાગી રહ્યું હતું . પાવાગઢ ખાતે રોપ વે દુર્ઘટનાને લઇ આજે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તે સવાલોની યોગ્ય તપાસ કરી મૃતકોને ન્યાય મળે તેવી મૃતકોના પરિવારજનો માંગ કરી રહ્યા છે. જ્યારે એકનો એક કમાઉ દીકરો જે પોતે ધંધા રોજગાર અર્થે છેલ્લા કેટલાક મહિનાથી પાવાગઢ યાત્રાધામ ખાતે ગયો હતો જેનો મૃતદેહ ઘરે આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.