વડોદરા શહેરના જૂની ગઢી વિસ્તારમાં આવેલી સાર્વજનિક વિદ્યાલયની મિલકત અશાંતધારાની જોગવાઈ વિરુદ્ધ તબદિલ થતી અટકાવવા જૂની ગઢી મિત્ર મંડળ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરા શહેરના જૂની ગઢી વિસ્તારમાં આવેલા મુકુલ ભારતી સ્કૂલ સંકુલની જગ્યાએ મદ્રેસા બનાવવાની હિલચાલ ચાલી રહી છે. ત્યારે સંકુલ ની જગ્યાને અશાંત ધારાની જોગવાઈ વિરુદ્ધ તબદિલ હતી અટકાવવા માટે જુની ગઢી મિત્ર મંડળ તથા સ્થાનિક રહીશોએ પોલીસ ભવન, DEO કચેરી, તથા નવી વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
સ્થાનિક અને જૂની ગઢી મિત્ર મંડળ કહેવું છે કે અમારા વિસ્તારમાં મુકુલ ભારતી સ્કૂલ આવેલી છે અને સાર્વજનિક વિદ્યાલય સ્કૂલ છે તે સ્કૂલની જગ્યા વિધર્મી લોકોને ક્લાસીસ અને મદ્રેસા માટે આપવાના હોય એવી અમારા વિસ્તારને જાણ થતા અમે આજે કલેક્ટરને આવેલા પત્ર આપવામાં આવ્યા છીએ. આ બંને વિદ્યાલયમાં કલર કામ થતા અમને જાણ થઈ કે આ જગ્યા વિધર્મી લોકોને બારોબાર આપી દેવામાં આવી રહી છે. જેથી અમારો સખત વિરોધ છે. સાથે સાથે અશાંત ધારાની જોગવાઈ વિરુદ્ધ કામ થઈ રહ્યું હોય તેને અટકાવવા અમે સ્થાનિક રહીશોએ પોલીસ ભવન, DEO કચેરી, તથા નવી વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
જૂની ગાંધીની મુકુલ ભારતી સ્કૂલ સંકુલની જગ્યાએ મદ્રેસા બનાવવાની હિલચાલ
By
Posted on