મોટરસાયકલ પર સવાર ત્રણ લોકોએ અચાનક હૂમલો કર્યો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 25
શહેરના છાણી જકાતનાકા રોડ પરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા રસુલજીની ચાલી ખાતે રહેતા વૃદ્ધ પર ધરમસિંહ દેસાઈ રોડ પર મોટરસાયકલ સવાર ત્રણ ઇસમોએ આવીને જૂની કોર્ટ મેટરની અદાવતે મોટરસાયકલ પરથી પાડી દઇ ગડદાપાટુનો માર મારી એકે તિક્ષણ હથિયાર થી હૂમલો કરતા ઇજાગ્રસ્ત ને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના છાણી જકાતનાકા રોડ નવાયાર્ડ વિસ્તારમાં આવેલા ચિશ્તિયા મસ્જિદ પાસે આવેલા રસુલજીની ચાલ ખાતે મકાન નં.84મા મોહમ્મદ હનીફ અબ્દુલ મજીદ શેખ (ઘાંચી) નામના આશરે 65વર્ષીય વૃદ્ધ પોતાના પરિવાર સાથે રહે છે અને લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે તેઓ તા. 24 ફેબ્રુઆરીના રોજ બપોરે અંદાજે સાડા ચાર વાગ્યે ઘરેથી પાલિકાની વોર્ડ નં -1ની ઓફિસે ગયા હતા જ્યાંથી વેરા વિભાગની ઓફિસે કામ પતાવી મો.સા. જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-બીસી-2373લઇનેઘરે જવા નિકળ્યા હતા તે દરમિયાન ધરમસિંહ દેસાઈ રોડ પાસે ઉમા અમરા પાર્ટી પ્લોટ પાસે પહોંચતા બાજુમાં એક મોટરસાયકલ પર ત્રણ લોકો આવી એકે લાત મારી મોહમ્મદ હનીફને નીચે પાડી દીધા હતા જેમાં એક ઇરફાન મોહંમદ શેખે તિક્ષણ હથિયાર વડે હૂમલો કરી ખભાના બાવડા પર ઇજા પહોંચાડી હતી જ્યારે અન્ય બે અજાણ્યા ઇસમો જેમણે મોઢા પર રૂમાલ બાધેલા હતા તેઓએ ગડદાપાટુનો માર માર્યો હતો ઘટનાને પગલે અન્ય લોકો દોડી આવતા ત્રણેય ભાગી ગયા હતા લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી મોહમ્મદ હનીફના પુત્રને જાણ કરી હતી જેથી દીકરા જમાઇ પણ બનાવસ્થળે આવી ગયા હતા અને ઇજાગ્રસ્ત ને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જૂની કોર્ટ મેટરની લઈને ઇરફાન મોહંમદ યુસુફ શેખ તથા અન્ય બે ઇસમોએ માર માર્યો હોવા અંગેની ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.