Vadodara

જૂનીગઢી ભદ્ર કચેરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

ફાયરબ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો

સદનસીબે જાનહાનિ થતા ટળી,તમામ સામાન બળીને ખાખ

( પ્રતિનિધિ )વડોદરા,તા.7

વડોદરા શહેરમાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેવામાં શહેરના જૂનીગઢી ભદ્ર કચેરીની પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

વડોદરા શહેરમાં આગ રહ્યો છે. ત્યારે, આજે શહેરના જૂનીગઢી વિસ્તારમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. જૂનીગઢી વિસ્તારમાં આવેલી ભદ્રકચેરી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. એકાએક આગે વિતરણ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. જેના કારણે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એક મહિલા દ્વારા રહેણાંક એરિયામાં ગેરકાયદેસર રીતે ભંગારનું ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું છે. હાલ આ આકસ્મિક આગની ઘટના બાદ પ્રાથમિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જોકે, બીજી તરફ આ ગેરકાયદેસર ધમધમી રહેલા ભંગારના ગોડાઉનમાં વીજ જોડાણ કાયદેસર કે ગેરકાયદેસર, તેને લઈને પણ સવાલો ઉઠવા પામ્યા હતા. બીજી તરફ આ ભંગારના ગોડાઉનમાં પણ ભંગારમાં આવેલા આગ ઉપર કાબુ મેળવવા માટેના ફાયર એક્સ્ટિગ્યુસરના બાટલા પણ પડેલા હતા. આગ લાગતા જ સ્થાનિક લોકોએ આ ફાયરની મદદથી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે આગની લપેટમાં ભંગારનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

Most Popular

To Top