( પ્રતિનિધી )વડોદરા,તા.21
કેન્દ્ર સરકારે જીએસટી સ્લેબમાં કરેલા ફેરફારના કારણે અમૂલની પ્રોડક્ટ્સના ભાવમાં ફેરફાર થયા છે. અમૂલે 700 થી વધુ પ્રોડક્ટ્સની કિંમતમાં ફેરફાર કર્યા છે. જીએસટીના નવા દર 22મી સપ્ટેમ્બરથી લાગુ થશે. અમૂલ દ્વારા માખણ, ઘી, દૂધ, આઈસક્રીમ, ચીઝ, પનીર, ચોકલેટ, ફ્રોઝન ડેરી પ્રોડક્ટ્સ સહિતની ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં ફેરફાર કર્યા છે. અમૂલ બટરના ભાવમાં ચાર રૂપિયા જ્યારે ઘીના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પનીરમાં 1કિલો પર 15 રૂ.આઈસ્ક્રીમ લીટર પર 16 થી 20 રૂ. અને કપ દીઠ આઈસ્ક્રીમ 2 થી 3 રૂ.નો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે, અમૂલ તાજા દૂધના એક લિટરના ભાવમાં બે રૂપિયા જ્યારે અમૂલ ગોલ્ડના એક લિટરના ભાવમાં ત્રણ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે એક કિલો ચીઝ હવે 30 રૂપિયા સસ્તું મળશે. ઉલ્લેખનીય છે કે,આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે સરકારનો આ જીએસટી ઘટાડો સીધો ગ્રાહકો સુધી પહોંચાડવાનો અમૂલનો પ્રયાસ છે. આ પગલાથી તહેવારોની મોસમમાં ગ્રાહકોને ખરીદીનો વધુ ઉત્સાહ મળશે .