માત્ર એસ.ટી.એસ.સી નહીં તમામ વર્ગ અને સમાજનું કેવાયસી કરવામાં આવે..
વડોદરા કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વયમ સૈનિક દળ દ્વારા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આપી રજૂઆત કરવામાં આવી હતી
વડોદરાની નવીન કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વયમ સૈનિક દળ દ્વારા અનુસુચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને લઘુમતી લોકો પર થતા અત્યાચાર માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ સાથે જ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમાજના લોકોને શિષ્યવૃત્તિ મેળવવા માટે પડતી મુશ્કેલી સહિતા વિભિન્ન મુદ્દાઓને લઈને જિલ્લા કલેકટરને રજૂઆત કરી વહેલી તકે આ પ્રશ્ન નિકાલ કરવા ની માગણી કરવામાં આવી હતી.
સ્વયમ સૈનિક દળના પ્રમુખે જણાવ્યું હતું તાજેતરની અંદર એસટીએસસી અને માઈનોરીટી સમાજ ઉપર ઘણા અત્યાચાર વધી રહ્યા છે એ બાબતે આજરોજ કલેકટરને આવેદન આપ્યું છે, એસ ટી અને એસ સી ના સમાજના જે બાળકો છે તેઓના કેવાયસી બાબતે રાજ્યની સરકારે સ્કોલરશીપ માટે રાશનકાર્ડ ને ઈ કેવાયસી કરવાની યોજના લાવી છે પાનકાર્ડ અને આધાર કાર્ડ કેન્દ્ર સરકારે KYC કર્યા છે એમ જ જો રેશનકાર્ડને પણ સાથે લિંક કરવામાં આવે. સરકાર ક્યાંક ને ક્યાંક આવક મર્યાદા ઉજાગર કરવા માંગે છે જે વર્ષોથી એસટી અને એસ સી સમાજ સ્કોલરશીપ નો લાભ લેતો હતો તે આ સ્કોલરશીપ નો લાભ લેતો બંધ થાય આ સરકાર ષડયંત્ર કરી રહી હોય તેવું અમને લાગે છે જો કરવું જ હોય તો માત્ર એસટી એસસી જ નહીં તમામ સમાજનું કેવાયસી કરવામાં આવે એવી અમારી માંગ છે.