આગામી 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર-જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા નેશનલ હાઇવે પર હોટલના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂનો લાખોની કિંમતનો જથ્થો ભરેલું કન્ટેર ઝડપી પાડ્યું છે. પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી 24.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ મથકની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે બંધ બોડીના કન્ટેનરમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને ગોધરાથી હાલોલ થઈ વડોદરા આવેલું છે અને કપુરાઈ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 48 ની બાજુમાં આવેલી મહાદેવ હોટલ ઉપર જમવા માટે રોકાનાર છે.
આ દરમિયાન કન્ટેનર આવતા જ તેને કોડન કરી તપાસ કરતા તેમાંથી મધ્યપ્રદેશના અલીરાજપુરનો ડ્રાઇવર પ્રકાશ અવાસીયા જણાય આવ્યો હતો. જ્યારે કન્ટેનરમાં તલાસી લેતા વિદેશી શરાબની 469 નંગ પેટીઓ ,બોટલ નંગ રૂ.12,216 જેની કુલ કિંમત 24.32 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. વધુ પૂછપરછ કરતા ચાલકે આ શરાબનો જથ્થો એમપી ભોપાલ બાયપાસ ઉપર બંધ બોડીનું આઇસર ગાડી ઊભેલી છે. તેને લઈને વડોદરા જવાનું છે તેમ જણાવ્યું હતું. જેથી પોલીસે ચાલકની ધરપકડ કરી કુલ રૂપિયા 24.32 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને મંગાવનાર સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.