Vadodara

જાહેર સંપતિને નુકસાનના કેસમાં કોંગ્રેસના આઇ ટી સેલ ચેરમેન તથા પ્રવક્તા સહિત 9નો નિર્દોષ છૂટકારો

વર્ષ -2013 માં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં તોડફોડની ફરિયાદ થઈ હતી

*ગુજરાત રાજ્ય કોંગ્રેસ કમિટીના પ્રવક્તા નિશાંત રાવલ, જીતેન્દ્ર સોલંકી ઉર્ફે પપ્પુભાઇ સહિત કુલ 9 સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી*

(પ્રતિનિધિ) વડોદરા તા. 18

વર્ષ -2013 માં શહેરના કારેલીબાગ વિસ્તારમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે કોંગ્રેસના આઇ ટી સેલના ચેરમેનની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો સહિત કુલ 9 લોકો વિરુદ્ધ કચેરીની જાહેર સંપતિને નુકસાન કરી, કચેરીના વડાની ઓફિસ બહાર બેઠેલા પટાવાળા સાથે ધક્કા મૂક્કી કરી બળજબરી પૂર્વક અધિકારીને બંગડીઓ પહેરાવવાના કેસમાં એક વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા નામોના આધારે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી અને આ કેસ 01-04-2013મા કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો..જેમાં 12 વર્ષ અને 17 દિવસ બાદ તા.18-04-2025ના રોજ ચૂકાદામાં તમામ 9 લોકોનો નિર્દોષ છૂટકારો થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, તા. 26-02-2013મા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો. જેમા ફરિયાદી તરીકે કારેલીબાગ વિસ્તારમાં આવેલી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની સૂચના મુજબ ઓડિટર તરીકે ફરજ બજાવતા તપસ્તેજ અંબાલાલ પંડ્યાએ ફરિયાર નોંધાવી હતી. વડોદરા શહેર કોંગ્રેસના આઇ ટી સેલના ચેરમેન સાંઇ અશોક ઢેકાણે ની આગેવાનીમાં કોંગ્રેસના 7 જેટલા કાર્યકરો તથા 10 થી 15 જેટલા કાર્યકરો દ્વારા ગેરકાયદેસર મંડળી રચીને કોઇપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધા વિના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના વડાની ઓફિસ બહાર બેઠેલા પટાવાળાને ધક્કામુક્કી કરી બળજબરી પૂર્વક કચેરીમાં પ્રવેશી સરકારી કામકાજમાં અડચણ ઉભી થાય તે રીતે કચેરીના વડા એટલે જિલ્લા શિક્ષણ અધિકારી ને બંગડીઓ પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ નાગરિક સંરક્ષણ અધિકાર સહિતના ફ્લેક્સ બોર્ડ તોડીને કચેરીની જાહેર સંપતિને તોડી બહાર ફેંકી દઇ આગ લગાડી ને આશરે રૂ.2,955 નું નુકસાન કર્યું હતું. આ કેસ તા.01-04-2023મા કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કોંગ્રેસના કુલ 9 સામે કેસ રજીસ્ટર થયો હતો. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે જે તે સમયે આઇ ટી સેલના ચેરમેન સહિત કાર્યકરો સામે ફરિયાદ હતી. જેમાં આરોપીઓ તરીકેના નામો એક દૈનિક અખબારે જાહેર કરેલા હતાં. તેના આધારે લેવામાં આવ્યા હતા. સાથે જ આ કેસમાં 12 વર્ષ અને 17 દિવસ બાદ તા.18-04-2025 ના રોજ વડોદરાની કોર્ટમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ.શેખ દ્વારા ચૂકાદામાં તમામ 9 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આઇ ટી સેલ કોંગ્રેસના જે તે સમયે ચેરમેન સાંઇ અશોક ઢેકાણે, ગુજરાત રાજ્ય કોંગ્રેસ કમિટીના પ્રવક્તા નિશાંત કિરીટભાઇ રાવલ, મહામંત્રી જીતેન્દ્ર ઉર્ફે પપ્પુ સોલંકી સહિત આ કેસમાં 9 લોકોનો નિર્દોષ છૂટકારો થયો છે. સરકારી વકીલ તરીકે એડવોકેટ એન.કે. ડોડીયા હતા આ કેસમાં કેટલાક પંચો હોસ્ટાઇલ થયાં હતાં તો કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે. આરોપીઓના મૌખિક અને દસ્તાવેજી પૂરાવા સાથે સાક્ષીઓ ને પણ તપાસવામાં આવ્યા હતા બંને પક્ષોની દલીલો અને પૂરાવાઓ તથા સાક્ષ્યની તપાસ બાદ કોંગ્રેસના 9 આરોપીઓનો નિર્દોષ છૂટકારો થયો છે.


*જેઓ પર આરોપ હતા અને નિર્દોષ છૂટકારો થયો છે તેઓની યાદી*
(1) સાંઈ અશોકભાઇ ઢેકાણે
રહે.205, પ્રથમ રેસી., નારાયણ વિધાલયની ગલીમાં, વાઘોડીયા ડભોઈ રીંગ રોડ, વડોદરા.

(2) ચિરાગભાઈ કનુભાઈ કડીયા
રહે.82/એ આનંદવીલા સોસા., ટી.પી.૧૩, છાણી જકાતનાકા,વડોદરા.

(3) અમીત જશવંતભાઇ રાજ
રહે. ડી/20, સોફિયાપાર્ક મધુનગર પાસે કરોડીયા, વડોદરા.


(4)અમિરશભાઈ અવિનાશભાઇ ચૌહાણ
રહે. 3, વુન્દાવન કોમ્પ્લેક્ષ, હરીભકતીની વાડી જુના લકકડપીઠા રોડ, ખંડેરાવ માર્કેટ,વડોદરા.

(5) નિશાંત કિરીટભાઈ રાવલ
રહે. બી/302, સ્નેહસુધા એપાર્ટમેન્ટ વીઆઇપી રોડ, કારેલીબાગ, વડોદરા.

(6) દિપેશ શાંતીલાલ જૈન
રહે. 37, જય ગાયત્રીનગર સોસા., કા.બાગ, અમિત નગરની બાજુમાં, વીઆઇપી રોડ,વડોદરા.

(7) જીતેન્દ્ર ઉર્ફે પપ્પુ મધુભાઈ સોલંકી
રહે. ડી/135,સુંદરવન સોસા., અભિલાષા ચાર રસ્તા પાસે, ન્યુ સમા રોડ,વડોદરા.

(8) દિવ્યેશ ઉર્ફ દેવ પ્રવિણભાઈ પટેલ
રહે. સી/16, વ્રજધામ સોસા., ઇન્દુચાચા હોલ પાછળ, છાણી જકાતનાકા વડોદરા.

(9) વિક્રમ ઉર્ફે વિક્કી ગોપાલભાઈ શાહ
રહે. 5,કાર્તીકેય નગર સોસા.,જલારામનગરની બાજુમાં, ગોત્રી રોડ,વડોદરા.

કયા પોઇન્ટસના આધારે નિર્દોષ છૂટકારો થયો

-આ કેસમાં પંચનામું કરનાર કેટલાક પંચો હોસ્ટાઇલ થયાં

-ફરિયાદી ઉંમરના કારણે આરોપીઓને ઓળખી શકે તેમ ન હોય

-કેટલાક પંચના સભ્યો મૃત્યુ પામ્યા

-સાહેદોની જુબાની અને નિવેદનોમાં વિરોધાભાસ

-ઓફિસમા અધિકારીની કેબિનમાં શું બન્યું કે કોણે શું કર્યું તે નજરે જોનાર કોઈ ન મળ્યા

-સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કે ફોટોગ્રાફ રેકર્ડ પર રજૂ ન કરાયા

Most Popular

To Top