Vadodara

જાહેરમાં કચરો નાખવાનું ભારે પડ્યું, ખોડીયાર નગરની સાવન આમલેટ સીલ

ગંદકી કરી તો હવે ખેર નહીં:- પાલિકા તંત્ર





વડોદરા શહેર વોર્ડ નંબર ચારમાં ખોડીયાર નગર વિસ્તારમાં સાવન આમલેટના સંચાલક દ્વારા જાહેરમાં કચરો ફેકતા અને ગદકી ફેલાવતા પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપ્યા બાદ દંડ ભરવા માટે જણાવાયુ હતું. સાવન આમલેટના સંચાલક દ્વારા દંડ ભરવાની ના પાડતા પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું .

આમલેટ સંચાલકે દંડ ભરવાની ના પાડતા દુકાન સીલ મારવામાં આવી હતી. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર ચાર ખોડીયાર નગર પાસે સાવન આમલેટ સેન્ટર ચલાવનાર સંચાલકને જાહેરમાં ગંદકી કરવા બદલ નોટિસ ફટકારી દંડ ભરવા માટે જણાવાયુ હતું. સંચાલકે દંડ ભરવાની ના પાડતા પાલિકાના અધિકારીઓએ સાવન આમલેટ સેન્ટર સીલ મારી દીધું હતું.

Most Popular

To Top