Vadodara

જામ્બુવા બ્રિજ નજીક સાંઇ સીતારામ હોટલ પાસેથી છ મહિલા અને બે પુરુષ પાસેથી રૂ.64,195 અંગ્રેજી દારૂ ઝડપાયો

છ મહિલાઓ અને બે પુરુષો થેલામાં અંગ્રેજી દારૂ સાથે બસની રાહ જોતા હતા

(પ્રતિનિધિ) વડોદરા તા.27

મકરપુરા પોલીસ નાં જવાનો મોબાઇલ -2 ગાડીમાં ફરજ પર હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગુરુવારે સવારે 07:45 કલાકે જામ્બુઆ બ્રિજ પાસે આવેલા સાંઇ સીતારામ હોટલની પાસે થેલામાં બસ પકડવાની રાહ જોઈ ઉભેલા છ મહિલાઓ અને બે પુરુષોને ઝડપી પાડી તપાસ હાથ ધરતાં તેઓ પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના કુલ 534 ક્વાટરિયા જેની અંદાજે કિંમત રૂ 64,195 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે મકરપુરા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ તથા હોમગાર્ડના કર્મીઓ મોબાઇલ વાન -2સાથે ફરજ પર હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે જામ્બુઆ બ્રિજ પાસે આવેલા સાંઇ સીતારામ હોટલની પાસે છ મહિલાઓ અને બે પુરુષો બેગમાં અંગ્રેજી દારૂ લઈને બસની રાહ જોતા હોવાની માહિતીના આધારે મકરપુરા પોલીસે સવારે 07:45 કલાકે સ્થળ પર જઇ શકમંદ ઇસમોને કોર્ડન કરી લીધા હતા પરંતુ પાસે જ પોદાર સ્કૂલ હોય ત્યાં થેલામાં ચેક કરવું કે શરાબનો જથ્થો ગણવો યોગ્ય ન હોય તમામને મકરપુરા પોલીસ સ્ટેશને લાવી પંચોની હાજરીમાં તપાસ કરતાં આઠેય પાસેના થેલામાંથી અંગ્રેજી દારુના કુલ 534નંગ ક્વાટરિયા જેની આશરે કિંમત રૂ 64,195ના મુદામાલ સાથે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોક્સ
પકડાયેલા ઇસમો, સરનામું તથા મુદામાલ ની વિગત

1.રાજુભાઇ ગોવિંદભાઈ વાઘેલા -રહે. મફતનગર, ભાવનગર -અલગ અલગ બ્રાન્ડના 23નંગ ક્વાટરિયા જેની કિંમત રૂ 2,875 તથા વ્હિસ્કી ક્વાટરિયા 96નંગ જેની કિંમત રૂ 11,520

2.અજય સરજુભાઇ રાઠોડ -રહે.દિપક ચોક પાસે ઝૂંપડપટ્ટીમાં, ભાવનગર, ક્વાટરિયા નંગ -86 જેની કિંમત રૂ 10,320

3.આશાબેન પ્રદિપભાઇ પરમાર -રહે.આડોડીયાવાસ, ભાવનગર -40નંગ ક્વાટરિયા જેની કિંમત રૂ 4,800

4.સંગીતાબેન તરેશભાઇ પરમાર-રહે.આડોડિયાવાસ ઝૂંપડપટ્ટી, ભાવનગર -ક્વાટરિયા નંગ 96 જેની કિંમત રૂ 11,520

5.મનુબેન નંદવાલ રાઠોડ -રહે.આડોડિયાવાસ ઝૂંપડપટ્ટી, ભાવનગર -ક્વાટરિયા નંગ 48 જેની કિંમત રૂ 5,760

6.પૂજા નંદવાલ રાઠોડ -રહે.આડોડિયાવાસઝૂંપડપટ્ટી, ભાવનગર -ક્વાટરિયા 70 જેની કિંમત રૂ 8,400

7.મુનીબેન નિર્મલ રાઠોડ -રહે. આડોડિયા ઝૂંપડપટ્ટી ભાવનગર – ક્વાટરિયા નંગ 39 જેની કિંમત રૂ 4,680

8.કકલીબેન પથુભાઇ રાઠોડ – રહે. આડોડિયાવાસ ઝૂંપડપટ્ટી ભાવનગર -ક્વાટરિયા નંગ 36 જેની કિંમત રૂ 4,320

Most Popular

To Top