Vadodara

જાન્યુઆરીમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના : તાપમાન 13.6 ડીગ્રી

( પ્રતિનિધિ )વડોદરા,તા.26

વડોદરા શહેરનું મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી સાથે સવારે હવામાં ભેજનું પ્રમાણ 78% અને સાંજે 41% નોંધાયું હતું. વહેલી સવારે અને મોડી સાંજે નગરજનોને ઠંડી જ્યારે બપોરે હજી પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

વડોદરા સહિત રાજ્યમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. જાન્યુઆરીમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. વહેલી સવારે હળવદ જોવા મળી શકે છે. જેથી વિઝિબિલિટીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. 29 ડિસેમ્બર થી 31 મી ડિસેમ્બરે ડિસ્ટર્બન્સની સંભાવના છે. જેની અસર જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જોવા મળી શકે છે. ગત વર્ષની તુલના એ આ વખતે ઠંડીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ડિસેમ્બર મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં જોઈએ એવી ઠંડી શરૂ થઈ નથી. મોટે ભાગે ડિસેમ્બર મહિનામાં વિવિધ શહેરોનું તાપમાન 10 ડિગ્રી થી નીચે પહોંચી જતું હોય છે. જેના બદલે આ વખતે માત્ર એક જ વખત તાપમાન નીચું આવ્યું હતું. ત્યારે, ગુજરાતના સાત જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 14 ડિગ્રીથી નીચે ઉતરતા ઠંડીનો ચમકારો શરૂ થયો છે.

Most Popular

To Top