જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા સ્વૈચ્છિક સંસ્થાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ એવા એડવોકેટ પુરુષોત્તમ મુરજાણીએ શુક્રવારે રાત્રે પોતાના વાઘોડિયારોડ સ્થિત મકાનના બેડરૂમમાં પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર થી આત્મહત્યા કરી લીધી હતી જેના પગલે પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ તથા ફોરેન્સિક વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને મોડી રાત્રે મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે એસ.એસ.જી.હોસ્પિટલમા લવાયો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પી.વી.મુરજાણીએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે જેમાં જમણા લમણે આંખ થી ઉપરના ભાગે પોતાના હાથે લાયસન્સ વાળી રિવોલ્વર માંથી ગોળી મારી લીધી હતી જે આરપાર ગોળી નિકળી ગ ઇ હતી જેના કારણે લમણુ વિદાઇ જતાં પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયું હોવાથી થોડોક ક્ષણોમાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.પોસ્ટમોર્ટમ બાદ પરિજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.
જાણિતા એક્ટિવિસ્ટ પી.વી.મુરજાણીના ચકચારી કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આત્મહત્યા કરી હોવાની પુષ્ટિ..
By
Posted on