વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી તુલસી હોટલમાં મધરાતે આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ ઓલવવા પાણીનો મારો કર્યો હતો. આ કયા કારણસર લાગી તે હજુ જાણકારી મળી નથી. આગને પગલે લોક ટોળા ઉમટી પડ્યા હતા. હોટલમાં રહેતા તમામ લોકો આગ લાગવાની ખબર પડતા જ હોટલની બહાર નીકળી ગયા હતા.

આજ હોટેલમાં શહેરમાં આવેલી જાણતા રાજા મહાનાટ્યની ટીમ રોકાઈ હતી. તમામ કલાકારો સુરક્ષિત હોવાનું જાણવા મળે છે. આજે રાબેતા મુજબ નાટ્ય યોજાશે.
