પ્રતિનિધિ જાંબુઘોડા
જાંબુઘોડા હાલોલ રાજ્ય ધોરી માર્ગ ઉપર નારુકોટ ગામ પાસે બે બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક નુ સારવાર દરમિયાન મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા હોલોલ રાજ્ય ધોરી માર્ગ ઉપર નારુકોટ ગામ પાસે સવારના આશરે ૯ વાગ્યાના અરસામાં બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વિક્રમભાઈ છનાભાઈ બારીઆ તેમજ તમની પત્ની ગંગાબેન વિક્રમભાઈ બારીઆ પુત્ર સાથે પોતાની બાઈક ઉપર વડેક ગામે થી જાંબુઘોડા તરફ કોઈ કામ અર્થે આવી રહ્યા હતા. તે દરમ્યાન નારુકોટ ગામ પાસે એક અન્ય બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ જાંબુઘોડા પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી 108 દ્વારા તમામ ઈજાગ્રસ્તો ને જાંબુઘોડા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવી વધુ સારવાર માટે બોડેલી હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા જેમા એક નુ સારવાર મળે એ પહેલા જ રસ્તા માં મોત નિપજ્યુ હતુ મોટર સાયકલ નંબર GJ.17.CG.2757 ના ચાલકે તેની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી કોઇપણ જાતનુ સાઇડ સીગ્નલ તથા હાથનો ઇશારો કર્યા વગર અચાનક જમણી તરફ વાળી દેતાં પલ્સર મોટર સાયકલ નંબર GJ.34.R.3544 સાથે અથડાતાં બાઈક ચાલકને કપાળના ભાગે તથા ડાબા ખભાના ભાગે સામાન્ય ઇજાઓ કરી તથા પાછળ બેઠેલા નવીનભાઇ ઇસ્લાભાઇ રાઠવા ઉ.વ.૧૯ રહે-કાછેલ (સુ) તા.જી.છોટાઉદેપુર નાઓને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નીપજયુ હતુ. તેમજ પાછળ બેઠેલા કાજલબેન ને સામાન્ય ઇજાઓ થઈ હતી. મોટર સાયકલ નંબર GJ.17.CG.2757 ના ચાલક વિક્રમભાઈ ને તથા પાછળ બેઠેલા તેમની પત્ની તથા પુત્રને સામાન્ય ઇજાઓ થવા પામી હતી બનાવ ને લઈ જાંબુઘોડા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.