Jambhughoda

જાંબુઘોડા હાલોલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર રાત્રિના સમયે ગેરકાયદે ચાલતી રેતીની ટ્રકોથી નાના વાહન ચાલકોને અકસ્માતનો ભય

જાંબુઘોડા:

જાંબુઘોડા હાલોલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર રાત્રિના સમયે ગેર કાયદેસર ચાલતી રેતીની ટ્રકો થી નાના વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવતો રહે છે.

જાણવા મળ્યા મુજબ બોડેલી હાલોલ રાજ્ય ધોરી માર્ગ ઉપર રાત્રિના સમયે ગેરકાયદેસર રેતી ભરી બિંદાસ્તપણે રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતીના વાહનો હેરાફેરી કરી રહ્યા છેm જ્યારે રાત્રિના સમયે બે નંબરમાં રેતી ભરીને વહન કરતા વાહન ચાલકો આર.ટી.ઓ. ના નિયમો lને પણ નેવે મૂકીને માતેલા સાંઢની જેમ બેફામ lપણે પોતાના વાહનો હંકારતા હોય છેm.જ્યારે આવા અનેક રેતી ભરીને જતા મોટા ભાગના વાહનો પાછળ પાર્કિંગ લાઈટ સાઈટ લાઈટ કે પછી બ્રેક લાઈટો બંધ હાલતમાં જોવા મળે છે તેમ જ રેડિયમના પટ્ટા પણ જોવા મળતા નથી. તો શું આ બધું આર ટી.ઓ.ના આશીર્વાદથી ચાલે છે કે શું તેવું પણ લોક મુખે ચર્ચાય રહ્યું છેm તેમજ રેતી ભરેલા વાહનો ઉપર તાડપત્રીનો પણ ઉપયોગ થતો નથી. છતાં પણ ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ તથા લાગતા વળગતા તંત્ર ના અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે રાત્રિના સમયે આવા રેતીના વાહન ચાલકોથી અનેકવાર નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે. જેમાં કેટલાક નિર્દોષોએ પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. તો તંત્ર દ્વારા આવા રાત્રિના સમયે નિયમોને નેવે મૂકી ચાલતા રેતીના વાહન ચાલકો સામે કાર્યવાહી કરે તેવું આ વિસ્તારમાં ચર્ચા રહી છે.

Most Popular

To Top