પ્રતિનિધિ જાંબુઘોડા
આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાવ ચલો અભિયાન અંતર્ગત જાંબુઘોડા તાલુકાના કોહીવાવ મુકામે જિલ્લા ભાજપ મહામંત્રી મયંક કુમાર દેસાઈએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત લીધી હતી. ગામના આગેવાનોની મુલાકાત કરી હતી. આંગણવાડી અને પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તાલુકાના દરેક ગામોમાં ભાજપના કાર્યકરો અને આગેવાનોએ ગામોની મુલાકાત કરીને લાભાર્થીઓની મુલાકાત કરી હતી. જ્યારે પંચમહાલ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને દાહોદ જિલ્લાના મહિલા મોરચાના પ્રભારી કેતુબેન દેસાઈએ ચાલવડ ગામની મુલાકાત લીધી અને લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. જ્યારે રણજીતપુરા ખાતે જાંબુઘોડા ગામના યુવા સરપંચ જીત કુમાર દેસાઈ જ્યારે તાલુકા ભાજપ પ્રમુખ રણજીતભાઈ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ લાલસીંગભાઇ વગેરે ભાજપ ના આગેવાનો એ દરેક ગામોની મુલાકાત લીધી હતી અને ગાવ ચલો અભિયાનને સફળ બનાવ્યું હતું.
