પ્રતિનિધિ જાંબુઘોડા
જાંબુઘોડાના યુવા નેતા અને સામાન્ય કારકિર્દીમાંથી પ્રજાની સેવામાં લાગેલા એવા મયંક કુમાર દેસાઈની આજરોજ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની વરણી થતા તેમના વતન જાંબુઘોડા સહિત પંચમહાલ જિલ્લાવાસીઓએ મયંક કુમાર દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા.

જાણવા મળ્યા મુજબ આજરોજ જાંબુઘોડાના મયંક કુમાર દેસાઈની પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક થતા આ વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ રહેવા પામ્યો હતો.
મયંક કુમાર દેસાઈ એ 2007 માં જાંબુઘોડા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે બિરાજમાન થયા હતા. બાદમાં 2012માં ડેપ્યુટી સરપંચ તરીકે સત્તા પર બિરાજમાન થયા હતા. આ કાર્યકાળ દરમિયાન લોક સેવામાં સતત કાર્યશીલ રહેતા અને પ્રજાના હૈયે વસેલા એવા મયંક કુમાર દેસાઈ ઉર્ફે લાલાભાઇની કામગીરી ની નોંધ પ્રદેશ કક્ષાએ લેવાઇ જે બાદ તેઓની પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે નિમણૂક થઈ હતી. તેમની સંગઠનની કામ કરવાની કાર્ય પદ્ધતિની ઉચ્ચ કક્ષાએ નોંધ લેવાઇ હતી. જેથી આજે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક થઈ. આ વિસ્તારમાં ગમે તેવા સુખ દુઃખના પ્રસંગોમાં પણ તેમની હાજરી અચૂક હોવાથી આ વિસ્તારમાં ખૂબ લોકપ્રિય એવા મયંક કુમાર દેસાઈને આજ રોજ પંચમહાલ જિલ્લા પ્રમુખની નિમણૂક થતા ગોધરા કમલમ ખાતે મોટી સંખ્યા માં રાજકીય અગ્રણીઓ કાર્યકરો મિત્ર વર્ગ વગેરે મોટી સંખ્યા માં શુભેચ્છાઓ પાઠવવા માટે ઉમટી પડ્યા હતા.
વતન જાંબુઘોડા આવતા ‘ લાલાભાઈ’ નું ભવ્ય સ્વાગત કરાયું

લોક હૈયે વસેલા મયંક કુમાર દેસાઈની તેઓના હુંલામણા નામ લાલાભાઇ તરીકેની ઓળખ આ વિસ્તારમાં છે. નાનકડા ભૂલકાને પણ પૂછો તો પણ લાલાભાઇનું નામ સાંભળી નાના બાળક ના મનમાં પણ ખુશીની લહેર છવાતી હોય છે. જ્યારે આજ રોજ જિલ્લા પ્રમુખ મયંક કુમાર દેસાઈ જાંબુઘોડા આવતા ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો અને તેમના ચાહકો તેઓને શુભેચ્છા પાઠવવા માટે ઉમટી પડ્યા હતા. હજુ પણ આગળ ઉત્તર ઉતર પ્રગતિ કરે એવા પણ વડીલો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
પ્રમુખપદ માટે 39 દાવેદારો હતા

જીલ્લા ભાજપા કમલમ કાર્યાલય ખાતે જીલ્લા સંગઠન સંરચના અંગેની ચૂંટણી ક્લસ્ટર અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી જેમા પ્રદેશ જીલ્લા. તાલુકા તેમજ નગર સંગઠનના પદાધિકારીશ્રીઓ તથા ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. જેમા જીલ્લા પ્રમુખની પસંદગી માટે ૩૯ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના માર્ગદર્શન તેમજ પ્રદેશ ચુંટણી અધીકારી ઉદયભાઈ કાનગડ દ્વારા જાંબુઘોડાના મયંકકુમાર દેસાઈના નામની જીલ્લા પ્રમુખ તરીકે વરણીની જાહેરાત કરવામાં આવી હત