Vadodara

જવાહરનગર પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુનામાં દસ વર્ષથી ભાગતો ફરતો આરોપી ઝડપાયો

વર્ષ -2014મા ત્રણ વર્ષની બાળકીને રમાડવાના બહાને લઈ જઇ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું

વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નમીસરા ગામના હમીરપુરા રોડ પર આવેલા સાગર બ્રિક્સ ઇંટોના ભઠ્ઠા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 19

વડોદરા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના ગુનાનો આરોપી છેલ્લા 10 વર્ષથી પોલીસ ધરપકડથી બચવા ભાગતો ફરતો હતો તેને વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા નમીસરા ગામના હમીરપુરા રોડ પર આવેલા સાગર બ્રિક્સ ઇંટોના ભઠ્ઠા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ,વડોદરા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશનમાં 2014માં દુષ્કર્મનો પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો.જેમાં 3 વર્ષની બાળકીને આરોપી રામ સેવક ઉર્ફે સજંય બલવીર યાદવ રમવાના બહાને લઇ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. અને પોલીસ ધરપકડથી બચવા માટે તે ફરાર થઇ ગયો હતો. છેલ્લા 10 વર્ષથી આરોપી ભાગતો ફરતો હતો. આરોપી રામ સેવક ઉર્ફે સંજય બલવીર યાદવને ઝડપી પાડવા માટે ટેક્નિકલ તથા હ્યુમન રિસોર્સની મદદ લેવાઈ હતી.
આ આરોપી ઉત્તર પ્રદેશ ખાતેથી વડોદરાના નમીસરા ગામ હમીરપુરા રોડ ઉપર આવેલો છે અને સાગર બ્રિક્સ નામના ઈંટોના ભઠ્ઠા ઉપર મજૂરી કામ કરતો હોવાની બાતમી હકીકત મળી હતી. જેના આધારે વડોદરા શહેર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થળ પર તપાસ કરતા આરોપી રામ સેવક ઉર્ફે સંજય બલવીર યાદવ મળી આવ્યો હતો. જેની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી જવાહર નગર પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top