Vadodara

જલારામ મિત્ર મંડળ રણોલી દ્વારા 108 પંચકુડી મહાયજ્ઞનું આયોજન કરાયું


*રણોલીના ગ્રામજનો સહિત લકુલીશ ધામના ભકતો મોટી સંખ્યામાં ઉપસ્થિત



વિશ્વમાં સનાતન સંસ્કૃતિના પુનઃ સ્થાપન થાય તથા સનાતન સંસ્કૃતિનો પ્રસાર થાય તે ઉદ્દેશ સાથે ભગવાન લકુલેશજીના શિષ્ય પ્રિતમ મુનીજીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ 108 પંચ કુંડીય મહાયજ્ઞનું આયોજન વડોદરા શહેરના છેવાડે આવેલા રણોલી ગામના જલારામ મંદિર ખાતે કરવામા આવ્યું હતું. આ પંચકુડિય યજ્ઞમાં 108 જેટલા દંપતિ અને તેઓના સ્વજનોએ યજ્ઞિય કર્મ કરીને સમિધ દ્વારા આહુતિ આપી યજ્ઞીય કર્મ કર્યું હતું . આગામી સમયમાં સમગ્ર વિશ્વ સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે કાયાવરોહણ સ્થિત લકુલેશ ધામના પ્રીતમ મુનીજી મહારાજના માર્ગદર્શન હેઠળ ગુજરાતથી શરૂ થઇને દેશના ગુવાહાટી થી આસામમાં અને જમ્મુ થી કોઇમ્બતુર થી ચેન્નાઇ સુધી આ 108 પંચ કુંડીય મહાયજ્ઞ યોજવાનું આયોજન છે.

Most Popular

To Top