એક્સપિરેશન ડિસ્ટ્રિક્ટમાં સામેલ દાહોદની આંતરિયાળ વિસ્તારોમાં આવેલી આંગણવાડી કેન્દ્રોની દુર્દશા !
દાહોદ તા.૦૫
વિકસિત અને ગરવી ગુજરાતના દાવાઓ વચ્ચે ટ્રાઇબલ બેલ્ટ ગણાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં અનેક આંગણવાડીઓ જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે. ટ્રાઇબલ વિસ્તારમાં છેવાડાના માનવી સુધી વિકાસની મુખ્ય ધારા પહોંચે તે માટે દાહોદ જિલ્લાને મહત્વકાંસી જિલ્લામાં સામેલ કરવામાં આવ્યો છે. જેના પગલે અહીંયા ટ્રાઇબલની રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ અમલીકરણ કરવામાં આવ્યું છે. કેમ છતાય મોટાભાગની યોજનાઓ અને કામો કાગળ ઉપર દેખાઈ રહ્યા છે પરંતુ વાસ્તવિકતામાં સ્થળ ઉપર જમીન આસમાન નો ફરક જોવા મળી રહ્યો છે.

કુપોષિત બાળકોને પોષણ મળે, ખાસ કરીને આંગણવાડી કેન્દ્રોમાં દાખલ થતા બાળકોને પોષણયુક્ત આહાર મળે, તેનો ભૌતિક અને સર્વાંગી વિકાસ થાય, સંસાધનો યુક્ત સુદ્રઢ શિક્ષણ વડે તેનો મજબૂત પાયો ગણાય તે માટે સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. હા આંગણવાડી કેન્દ્રમાંથી ઘણી ખરી આંગણવાડીઓના નવીન મકાનોના કામ પણ ચાલુ છે. તો કેટલાક સ્થળે જર્જરીત આંગણવાડીમાં કેન્દ્ર ચાલી રહ્યા છે.ત્યારેગરબાડા નગરના નવાગામ ફળિયામાં આજે એક જર્જરીત આંગણવાડી નો સ્લેબના પોપડા પડ્યા હતા.સદનસીબે રજાના દિવસે પોપડા પડતા મોટી જાનહાની ટળી હતી.ઉલ્લેખનીય છે કે આ આંગણવાડી કેન્દ્રમાં આજે પણ 47 બાળકો ને બેસાડવામાં આવે છે.રજાના દિવસે જ આંગણવાડીનો સ્લેબ ઘસી પડતા કોઈપણ જાનહાની ટળી હતી પરંતુ તંત્ર દ્વારા આવી જર્જરતી આંગણવાડીમાં આજે પણ બાળકોને બેસાડવા મજબૂર કરવામાં આવી રહ્યા છે.ત્યારે તંત્ર વહેલી તકે આવી જર્જરીત આંગણવાડીઓ બંધ કરી અને વૈકલ્પિક વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે જો ચાલુ આંગણવાડીએ આ સ્લેબ ના પોપડા તૂટતા મોટી હોનારત સર્જાતી.આ બાબતે વાલીઓએ પણ આ જર્જરતી આંગણવાડી બાબતે રજૂઆત કરવામાં આવી છે.જોકે સ્થાનિક સાથે વાત કરતા ભાભોર અરવિંદભાઈ મનુભાઈએ જણાવ્યું હતું કે અમે અનેક વાર આંગણવાડી જર્જરીત છે અને આંગણવાડી નવની બનાવવા રજૂઆત કરી છે. છતાં મોટું રીપેરીંગ કરવામાં આવે છે, પરંતુ નવી આંગણવાડી મંજૂર કરવામાં આવી નથી. આતો રજા ના દિવસે સ્લેબના પોપડા પડ્યા નહીં તો અમારા કેટલા બાળકો ઇજા પહોચતી હોવાના સ્થાનિક વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે.