વડોદરા, તા. ૨૨
છેલ્લા ઘણા સમયથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી રહી છે અને નોટિસનો યોગ્ય જવાબ ન મળતા મહાનગરપાલિકા દ્વારા પાણીના અને વીજના કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના આ દ્રશ્યો “દીવા તળે અંધારું” ની કહેવતને સાર્થક પુરવાર કરે છે.
વડોદરા મહાનગરપાલિકા ની વડી કચેરીની ઈમારતમાં દાદરની છતનાં પોપડા ગયા છે અને અંદરના સડી ગયેલા સળિયાઓ પણ દેખાઈ રહ્યા છે. આ બાબતને ગંભીર રીતે ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આનું સમારકામ કરવું જરૂરી છે. નહિતર કોઈપણ સમયે અકસ્માતની ઘટના બની શકે છે અને કોર્પોરેશનની વડી કચેરીમાં કામ કરતા અધિકારીઓ, કર્મચારીઓ અથવા તો મુલાકાતે આવેલ નાગરિકો અકસ્માતનો ભોગ બની શકે છે.
ત્રણ દિવસ અગાઉ જ વાઘોડિયા રોડ સ્થિત શ્રી નારાયણ વિદ્યાલયની દિવાલ પડી જવાની ઘટના સામે આવી હતી. અને આ પ્રકારની ઘટનાઓ ફરી વડોદરામાં ન બને તેની કાળજી લેવાની જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની છે.
જર્જરિત બિલ્ડીંગોને નોટિસ ફટકારતી વડોદરા કોર્પોરેશનની વડી કચેરીમાં જ છતના સળિયા દેખાયા
By
Posted on