Business

જમીન ખરીદવાના લોભમાં કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા ઠગાયાં


સુખલીપુરાની જમીનના વેચાણ દસ્તાવેજ કરવા માટે ભાજપના કાર્યકર્તા સહિત બે જણાએ મોરબીના બોગસ મૂળ માલિક ઉભા કરીને સહી પણ કરાવી,
કલમેશ દેત્રોજા રૂ.11 લાખ તથા દિલીપ ગોહિલને રૂ. 10 લાખ રોકડા ચુકવ્યાં, બાકી રૂપિયાનો કાઉન્સિલરે મૂળ માલિકને આપેલો ચેક ઘણા દિવસ થઇ ગયા છતાં ક્લીયર નહી થતા બંનેનો ભાંડો ફૂટ્યો
પ્રતિનિધિ વડોદરા તા.20
મોરબીના મૂળ માલિકની સુખલીપુરા ખાતે આવેલી મિલકત રૂ.1.45 કરોડમાં વેચાણ આપવાના બહાને ભાજપના કાર્યકર્તા સહિત બે જણા દ્વારા કોર્પોરેટર પાસેથી રૂ.21 લાખ પડાવ્યા હતા. બંને ઠગોએ માલિકના બદલે બોગસ વ્યક્તિને વેચાણ દસ્તાવેજ વખતે હાજર રાખી સહી પણ તેની પાસે કરાવી હતી. પરંતુ કોર્પોરેટરે માલિકને આપેલો ચેક જમા નહી થતા શંકા ગઇ હતી અને બંને જણાનો ભાંડો ફુટ્યો હતો. કોર્પોરેટરે સમા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તા સહિત બે જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં ચેતક બ્રિજ પાસે આવેલી સોમનાથ વિલમાં રહેતા અને વડોદરા મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ કાઉન્સિલર પરાક્રમસિંહ અજીતસિંહ જાડેજા (ઉં.વ.62) ભાજપના કાર્યકર્તા દિલીપસિંહ ગોહિલને ઘણા વર્ષોથી ઓળખતા હોય તેઓએ વર્ષ 2023માં કમલેશ લાલજી દેત્રોજા સાથે ઓળખાણ કરાવી હતી. વર્ષ 2024માં આ બંનેએ તેમને વડોદરાના સુખલીપુરા ગામે આવેલી જમીન જેના માલિક પરેચા અમૃતલાલ નરભેરામ (રહે. લખધીરનગર મોરબી) ની હતી. ત્યારે કમલેશે તેમને જણાવ્યું હતું કે આ મિલકતમાં માલિક અમૃતલાલ પરેચા તેમના કાકા થાય છે અને તે મિલકત વેચાણ કરવાના અધિકાર પણ કાકાએ તેમને આપ્યા છે. ઉપરાંત કમલેશ દેત્રોજા તથા દિલીપસિંહ ગોહિલ ભાગીદાર થયા છે. ઉપરાંત આ મિલકત આ મિલકત રૂ. 1.45 કરોડમાં વેચાણ આપવાનું નક્કી કર્યું હતું. જેથી 11 લાખ કમલેશ તથા 10 લાખ દિપીલસિંહને ચુકવવાના રહેશે. જ્યારે બાકીના 1.24 કરોડો રૂપિયા દસ્તાવેજ વખતે 18 માસમાં ચુકવવા વાયદા કર્યા હતા. જેથી કાઉન્સિલરે રૂ. 21 લાખ બંને ચૂકવી દીધા હતા અને વેચાણ દસ્તાવેત કરવા માટે મૂળ મિલકત માલિકો બોલાવવાનું કહ્યું હતું. ત્યારે બંનેએ જણાએ તેઓ બીમાર પડી જવાના કારણે દસ્તાવેજ કરવા આવી શકે તેમ નથી. જેથી કાકા સાજા થાય ત્યારે દસ્તાવેજ કરીશુ તેમ કહ્યું હતું. પરંતુ આ બંને જણા વેચાણ દસ્તાવેજ તૈયાર કરી લાવ્યા હતા અને કાઉન્સિલરની તેમના પર સહી લઇ લીધી હતી. ત્યારબાદ તેમની ગેરહાજરીમાં મિલકત માલિક અમૃતલાલ નરભેરામ પરેચા નામની બોગસ વ્યક્તિના આધારકાર્ડ, પાનકાર્ડ સાથે હાજર રહી વેચાણ દસ્તાવેજની કાર્યવાહી પૂર્ણ કરી હતી. કોર્પોરેટરે દસ્તાવેજ ચેક કરતા આધાર પુરાવા અને ફોટો શંકાસ્પદ લાગ્યા હતા. દસ્તાવેજ પણ ચેક કરી પાનકાર્ડના આધારે ડમી વ્યક્તિ ઉભી કરીને મૂળ માલિકની અમૃતલાલ મકવાણાની ખોટી સહી કરાવી મૂળ માલિક સાથે ઠગાઇ આચરી છે. કાઉન્સિલર દ્વારા બંને ઠગ કમલેશ લાલજી દેત્રોજા (રહે.અટલાદરા) તથા ભાજપના દિલીપસિંહ ગોહિલ ગણપતસિંહ ગોહિલ (રહે. ન્યુ અલકાપુરી ગોત્રી) વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

અગાઉ પણ પરાક્રમસિંહને જમીન વેચતા બંને પર વિશ્વાસ આવ્યો
ત કમલેશ દેત્રોજા તથા દિલીપસિંહ ગોહિલે આમલિયા ગામે આવેલી મિલકતના માલિક હોવાનું જણાવવા સાથે તેઓ જમીન વેચાણ કરવા માંગતા હોવાનું જણાવ્યું હતું. જેથી કાઉન્સિલરે જમીન જોતા તેમને પસંદ પડી હતી. જેથી તેઓએ જમીનના મૂળ માલિક ઉર્મિલા સોલંકી, કમલેશ દેત્રોજા તથા દિલીપસિંહ ગોહિલના પત્ની રશ્મીકા ગોહિલ પાસેથી જમીન વેચાણ દસ્તાવેજ કરીને રકમ ચુકવી માલિક બન્યા હતા.


બોગસ વેચાણ દસ્તાવેજને સાચા તરીકે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કર્યો
કમલેશ દત્રોજા અને દિલીપસિંહ ગોહિલ દ્વારા કાકાની જમીન બારોબાર વેચવાનો પ્લાન ઘડ્યો હતો. કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાના મકાનમાં લગ્ન પ્રસંગ હોય તેઓ દસ્તાવેજ કરતી વખતે હાજર રહ્યા ન હતા. જેથી બંને જાણે મૂળ માલિક અમૃતલાલનો બોગસ વ્યક્તિ ઉભો કરીને સહી કરાવી હતી. ત્યારબાદ બંને જાણતા હોવા છતાં બોગસ વેચાણ દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સાચો હોવાનું જણાવી રજૂ કર્યો હતો.


પોલીસ કાર્યવાહી કરવાનું કહેતા બંને ભાગી પડ્યાં વટાણા વેરી નાખ્યાં
દીકરાનો લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ પરાક્રમસિંહ જાડેજાએ વેચાણ દસ્તાવેજ ચેક કરતા રજૂ થયેલા આધારકાર્ડ, પાનકાર્ડ તથા ફોટા સહિતના વિગતો ચકાસી હતી. ઉપરાંત કાકાનો કોઇ કારણોસર ચેક ક્લિયર થયો ન હતો. કમલેશને આ આ બાબતે પૂછ્યું હતું ત્યારે તેણે કાકાએ ચેક જમા કરાવ્યો છે કે નહી તેની મને જાણ નથી તેવું કહ્યું હતું. ત્યારબાદ ખાતરી કરવા માટે તેના કાકાનો મોબાઇલ નંબર માગતા નહી આપી કાકા સાથે વાત કરી કહેશે તેમ જણાવ્યું હતું. પરંતુ શંકા થવા સાથે પોલીસને જાણ કરવાની કહેતા તેઓ ડરી જઇ ભાંગી પડ્યા હતા અને તમારા પાસેથી નાણા પડાવવાની લાલચે ડમી મૂળ ઉભો કરીને સહી કરાવ્યું હોવાની કબૂલાત કરી હતી.

Most Popular

To Top