આજરોજ વડોદરા શહેરના મધ્યમાં આવેલા માંડવી વિસ્તારમાં જમનાભાઈ હોસ્પિટલ પાસે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત બાદ છૂટા હાથની મારામારી પણ થઈ હતી. મારામારી થતા ટ્રાફિક સર્જાયો હતો.
મારામારી થતાં આસપાસના લોકો આ તમાશો જોવા માટે ઊભા થઈ ગયા હતા. કેટલાક લોકો પોતાના મોબાઈલમાં આ છૂટા હાથની મારામારી રેકોર્ડ કરી રહ્યા હતા. આ મારામારી એક મહિલા અને પુરુષ વચ્ચે થઈ હોય તેવી પ્રાથમિક જાણકારી છે. ત્યારે વડોદરા શહેરના માંડવી વિસ્તાર એટલે કે ભરચક વિસ્તાર અને એ પણ તહેવારના સમયમાં ખૂબ વ્યસ્ત રહેતો આ વિસ્તાર છે. સામે જ નજરબાગની બાજુમાં પોલીસનો કાફલો ખડકાયેલો છે. આટલા વ્યસ્ત અને પોલીસ બંદોબસ્ત સાથે જ જગ્યા પર આવો તમાશો થાય તે કેટલું યોગ્ય છે ? હાલ કોઈ ધરપકડ પણ કરાઈ નથી.