Bodeli

જબુગામ આઈટીઆઈ ખાતે ૨૨ ઓગસ્ટના રોજ રોજગાર ભરતીમેળો યોજાશે

બોડેલી: જિલ્લા રોજગાર કચેરી ,છોટાઉદેપુર અને આઈ.ટી.આઈ,જબુગામ,તા.બોડેલી ના સંયુક્ત ઉપક્રમે તા ૨૨.૮.૨૦૨૫ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે આઈ.ટી.આઈ,જબુગામ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. જેમા વડોદરા,હાલોલ અને જામનગરની નામી કંપનીમા થર્ડ પાર્ટી પે રોલથી ફ્રેશર અને અનુભવી ઉમેદવારો માટે મશીન ઓપરેટર,પ્રોડકશન એસોસીએશન તેમજ પેકેજીંગ એશોસીએટ જેવી ૨૦૦ જેટલી જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવામા આવશે. જેમા આઈટીઆઈ (ઈલેકટ્રીશ્યન અને ફીટર ટ્રેડ),ડીપ્લોમા (ઈલેક્ટ્રીકલ,ઈલેક્ટ્રોનીક,મીકેનીકલ ટ્રેડ ),તથા બીએસસી ફીઝકસ ,મેથેમેટીકસ અને કેમેસ્ટ્રી )જેવી ધરાવતા ૧૮ થી ૨૭ વર્ષના પુરુષ અને મહીલા ઉમેદવારો ભાગ લઈ શકશે.ભરતી મેળા માં પ્રાથમીક પસંદગી પામનાર ઉમેદવારો બીજા રાઉન્ડમા લેખીત પરીક્ષા લેવામા આવશે.ત્યાર બાદ ફાયનલ પસંદગી પામનાર ઉમેદવારોને કંપની તરફથી રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામા આવશે તેમજ ITI લાયકાત ધરાવનારને રૂ. ૧૮૦૦૦/-, તથા Diploma / B.Sc. લાયકાત ધરાવનારને રૂ. ૨૧૨૩૩ /- કપાત કર્યા બાદનો માસીક પગાર ચુકવવામા આવશે.રસ ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા/રેઝયુમની નકલ,શૈક્ષણીક પ્રમાણપત્રો અને માર્કશીટ,આધારકાર્ડ,કેન્સલ ચેક,પાસપોર્ટ સાઈઝના ફોટા તથા અનુભવના પ્રમાણપત્રો વગેરે સાથે સ્વ ખર્ચે ભરતી મેળાના સ્થળ પર હાજર રહેવાનુ રહેશે સદર ભરતી મેળામાં આયોજન માટે અને પસંદગી પ્રક્રીયામા ઉમેદવાર કે નોકરીદાતાએ કોઈ ફી કે ચાર્જ ચુકવવાનો નથી તેની તમામે ખાસ નોંધ લેવા રોજગાર અધિકારીની યાદીમા જણાવાયુ છે.

Most Popular

To Top