બોડેલી: બોડેલી તાલુકાના જબુગામમાં દેશી દારૂની ખેપ મારતા બુટલેગરે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો., રોડ પર દેશી દારૂની રેલમ છેલ જોવા મળી હતી.

દારૂ બોડેલી ખાતે લઈ જવાતો હતો પણ કોના ત્યાં એ જણાવવામાં આવ્યું નહીં, વધુ તપાસ થાય તો રહસ્ય ખુલે એમ છે. છોટાઉદેપુર જિલ્લા બોડેલી નગરમાં પોલીસે ફિલ્મી ઢબે બુટલેગરનો પીછો કરી દારૂ ઝડપવા પીછો કરતા અક્સ્માત સર્જાયો હતો તેની હજુ શાહી સુકાઈ નથી ત્યારે બોડેલી તાલુકાના જબુગામ માં એક શિહોદ લોઢણ lનો પરિવાર મોટર સાયકલ લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે છોટાઉદેપુર તરફ થી બુટલેગર દેશી દારૂના પોટલા લઈ બેફામ રીતે મોટર સાયકલ ચલાવી દારૂ ઘુસાડવામાં માહિર બેફામ બનેલા ચાલકે નિર્દોષ પરિવાર ને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા 108 દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ચાર દિવસ માં જ બુટલેગર નો અક્સ્માત નો છાશવારે દારૂ ઘુસાડવામાં અકસ્માત સર્જાયાની ઘટના બનતા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પોલીસ ની ડર રાખ્યા વિના બિન્દાસ દારૂ ઘુસાડવાની ઘટના બનતા પોલીસની કામગીરી ઉપર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે અકસ્માત એટલો ભયંકર હતો કે બંને મોટર સાયકલ સામસામે ટકરાતા બુટલેગર પાસે રહેલો દારૂ માર્ગ ઉપર રેલમ છેલ થઈ જતા આજુબાજુના વિસ્તારમાં દૂર દૂર સુધી દારૂની ગંધ આવતા નગરજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો
સમગ્ર અકસ્માત બનતા ગામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ભોગ બનનાર પરિવારને મદદરૂપ થયા હતા
અહેવાલ:;ઝહીર સૈયદ બોડેલી છોટાઉદેપુર