Vadodara

જન્મ મરણ શાખા માંજલપુર લઈ જવાથી અન્ય વિસ્તારના લોકો હેરાન થશે

કાર્યકર્તા અતુલ ગામેચી દ્વારા વડોદરાના મેયરના આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી.*


(પ્રતિનિધિ) વડોદરા તા. 08

વડોદરા શહેર માં જન્મ મરણની શાખા કચેરી શહેર મધ્યમાં આવેલી છે ઉલ્લેખનીય છે કે દરરોજના હજારો નાગરિકોની અવર જવર અહીં દાખલા માટે થતી હોય છે ત્યારે લોકોને પડતી મુકેલીના ભાગ રૂપે જન્મ મરણની શાખા શહેરના મધ્યમાં હોવી જોઇએ જેની માંગ સાથે આજ રોજ સમાજિક કાર્યકર્તા અતુલ ગામેચી દ્વારા વડોદરાના મેયરને આવેદનપત્ર સાથે કરવામાં આવી હતી. હાલમાં આ કચેરી કેવડાબાગ પાસે આવેલા સરદાર માર્કેટની બિલ્ડીંગ જર્જરિત જાહેર કરીને પાલિકા તંત્ર દ્વારા વેપારીઓને દુકાન ખાલી કરવા નોટિસ આપી છે ત્યારે આજ બિલ્ડીંગમાં આવેલી જન્મ-મરણ અને લગ્ન નોંધણીની કચેરી માંજલપુર વિસ્તારમાં સ્થળાંતર કરવાની તજવીજ થઇ રહી છે. આ કચેરી અગાઉ ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની મુખ્ય કચેરી, બાદમાં બદામડી બાગ, મધ્યવર્તી સ્કુલમાં પછી સરદાર માર્કેટ બિલ્ડીંગમાં ખસેડવામાં આવી હતી. આમ, આ તમામ જગ્યા શહેરની મધ્યમાં આવેલી છે. જેથી લોકોને શહેરનમાં ગમે ત્યાંથી જન્મ-મરણના દાખલા કે લગ્ન નોંધણીના કામ માટે સરળતા રહેતી હતી. હવે, જન્મ-મરણ અને લગ્ન નોંધણી કચેરી માંજલપુર વિસ્તારમાં ખસેડવાની તજવીજ થઇ રહી છે. જેનાથી, લોકોને જન્મ-મરણ ના દાખલાની નકલો માટે દૂર સુધી ધક્કા ખાવા પડશે. અનેક સરકારી કામો ઓન લાઇન થઈ ગયા છે પરંતુ આ જન્મ મરણનું કામકાજ પણ ઓનલાઇન થાય સાથે જન્મ મરણ, લગ્ન નોંધણી કરવા સરળતા રહે સાથે શહેરની મધ્યમાં જ કોર્પોરેશનની કોઇ બિલ્ડીંગમાં આ કચેરી શિફ્ટ કરી અને કાયમી ધોરણે સુવિધા માટે અર્બન હેલ્થ સેન્ટર ખાતે શરૂ કરવામાં આવે તેવી વડોદરાના મેયરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

Most Popular

To Top