વડોદરા: એક તરફ રાજકોટ અગ્નિકાંડની ઘટના ઘટતા ફાયર વિભાગ એક્શનમાં આવી ગયું છે. જેના કારણે વિવિધ કોમ્પલેક્ષ સહિતની જગ્યાઓ પર સીલ લગાવવાની કામગીરીની સાથે નોટિસ પાઠવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ત્યારે, ખોડીયાર નગર વિસ્તારમાં આવેલા જગદીશ ફરસાણની દુકાનમાં ફાયર સેફટીની સુવિધા અને એનઓસી નહિ હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા તેને સીલ મારવામાં આવ્યું હતું. પરંતુ કાયદા અને કાયદાનું પાલન કરાવનાર એવા પોલીસ સહિતના વિભાગને ખિસ્સામાં લઈ ફેરવતા જગદીશ ફરસાણના માલિક દ્વારા તે સીલ તોડી પાડીને દુકાન શરૂ કરવામાં આવી હતી. જાણે કે તેણે કાયદાની કોઈ બીક જ ન હોય તે રીતનું વર્તન જોવા મળ્યું હતું. જોકે આ પ્રકારનું વર્તન તેમનું પહેલીવાર નથી. અગાઉ પણ તે પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયા હતા. પરંતુ પોલીસ તેમને સમન્સ પાઠવી ન શકતા કોર્ટે તેઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આમ તે અગાઉ પણ આ રીતે જ કાયદાને ખિસ્સામાં મૂકીને ફરતા જોવા મળી રહ્યા છે.
વડોદરાની ઓળખ એટલે જગદીશનો લીલો ચેવડો અને ભાખરવડી. પરંતુ આજ જગદીશ ફરસાણના માલિક એવા કલ્પેશ કંદોઈની વડોદરામાં મોટાભાગના તમામ વિસ્તારોમાં એક દુકાન આવેલી છે. જેના કારણે જ તે સમગ્ર ભારતમાં જાણીતા છે, સાથે જ વડોદરાની એક ઓળખ પણ તેમની સાથે જોડાયેલી છે. કોઈપણ વ્યક્તિ વડોદરાની મુલાકાતે આવે ત્યારે તે ઓળખ રૂપે આજ ફરસાણની દુકાન પરથી લીલો ચેવડો કે ભાખરવડી પોતાની સાથે લઈ જતા હોય છે. ત્યારે તેમની વિવિધ દુકાનોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે તેમના દ્વારા લોકોની સુરક્ષા પર ધ્યાન ન આપીને તેમજ ફાયર સેફટી ના સાધનોનો વિકસાવીને તેમજ એનઓસીની પ્રક્રિયા પણ હાથ ન ધરીને જાણે કાયદો પોતાની જ હાથમાં ચલાવતા હોય તે રીતે તે કામગીરી કરતા જોવા મળ્યા હતા. જોકે આ બાબતે ફાયર વિભાગને જાણ થતા તેઓની એક શાખા જે ખોડીયાર નગર વિસ્તારમાં આવેલી છે. તેના પર સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ બીજા જ દિવસે તેઓ દ્વારા સીલ તોડી પાડીને ફરીથી દુકાન શરૂ કરવામાં આવી હતી. એક તરફ ફાયર વિભાગ પોતાની કામગીરી હાથ ધરીને જોખમી જગ્યા પર મારવાની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે કાયદાનું ભંગ કરીને તેઓ દ્વારા સીલ તોડી પાડતા જાણે તેઓ જ કાયદાને ખિસ્સામાં લઈને ફરતા હોય તે પ્રકારનું વર્તન લોકોને જોવા મળ્યું હતું. જોકે કાયદા અને કાયદાના પાલન કરાવનાર એવા પોલીસ વિભાગને જાણે તે ગજવામાં જ લઈને ફરતા હોય તે પ્રકારનું વ્યક્તિત્વ તે ધરાવે છે જોકે અગાઉ તેઓ સન 2008 માં સયાજીગંજ વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે ઝડપાયા હતા. જોકે આ બાબતે સયાજીગંજ પોલીસે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમનું વાહન પણ જપ્ત કર્યું હતું. પરંતુ માત્ર ફરિયાદ બાદ તે કે કોર્ટમાં જતા તેઓને વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તેમના સુધી પોલીસ સમન્સ પહોંચાડી જ ન શકતી હતી. જેના કારણે 2022 માં કોર્ટે તેઓને નિર્દોષ છોડી દીધા હતા કારણ માત્ર એટલું જ કે પોલીસ તેઓને સમન્સ પાઠવી ન શકતી હતી. શું વડોદરાની પોલીસ આટલી નબળી છે કે એક જાણીતા વ્યક્તિ જેના થકી વડોદરાની ઓળખ પણ છે. એવા જાણીતા વ્યક્તિને તેઓ પકડી ન શક્યા હતા. ખેર એ વાત તો જવા જ દો પરંતુ હાલ તેઓ દ્વારા સીલ પણ તોડી દેવામાં આવ્યું છે. ત્યારે ફરીથી તેઓએ ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પણ શું પોલીસ ચૂપ જ રહેશે કે, પછી આ પ્રકારે તેઓને બચાવવાની કામગીરી જ કરશે?
વડોદરાના નામાંકિત વકીલ ભાવિન વ્યાસે આ બાબતે જણાવ્યું હતું કે , કલ્પેશ કંદોઈ જગદીશ ફરસાણના માલિક પહેલેથી જ કાયદાને પોતાના ગજવામાં લઈને ફરતા હોય તેવું સમજે છે. દારૂ ના કેસમાં પકડાયા બાદ એમને સમન્સ નોટિસ બજી ના શકે, પોલીસ બજાવી ના શકે, એટલે 2022 માં કોર્ટ આરોપીને હાજર પોલીસ રખાવી શકતી નથી તેવા ચુકાદા હેઠળ નિર્દોષ જાહેર કરે છે. આ કેસ 2008નો છે મતલબ આટલા પ્રસિદ્ધ વ્યક્તિને 14-14 વર્ષ સુધી પોલીસ શોધી ન શકે ,સમન્સ ના બજાવી શકે એ જ બતાવે છે કે કેટલા પહોંચેલા છે. આ જગદીશ ફરસાણ ના માલિક એટલે આ કલ્પેશ કંદોઈ પહેલેથી જ પોલીસને સત્તાધીશોને નેતાઓને પોતાના પૈસા અને પાવરના જોડે દબાવતા આવેલા છે. એ જ કૃત્ય તેમને ગઈકાલે કોર્પોરેશનના સીલને તોડીને કરેલ સત્તા સરકાર અધિકારીઓને કલ્પેશ કંદોઈ કે જગદીશ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ ગણતરીમાં રહેતું નથી. મોટા મોટા ઈવેન્ટમાં સ્પોન્સર કરતા હોવાથી તેમને બહુ સારા સંબંધ છે, અને કોઈ તેમનું કોઈ બગાડી નહીં લે તેવા વહેમમાં જ પડતા હોય છે. જે ગઈકાલની ઘટના બતાવે છે, પણ આવા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી સજા કરવી જોઈએ તેવું મારું માનવું છે અમે હાઇકોર્ટ સુધી પણ આવા કિસ્સામાં લડત આપવા તૈયાર છું.