કોર્ટમાં ચેક બાઉન્સ અંગેની વર્ષ -2019મા ફરિયાદ સાથે કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 19
પ્લાસ્ટિક ગ્રાઇન્ડીંગ નું રો મટીરીયલ લાવી આપવા માટે કરેલી ભાગીદારીમાં ભાગીદારને વિવિધ જગ્યાએથી માલ લાવી આપવા માટે ફરિયાદી પાસેથી આશરે રૂ.48 લાખની માતબર રકમ મેળવી સામે કોઇ મટિરિયલ ન આપવાના મામલે ભાગીદાર વચ્ચે સમાધાન માટે ચેક આપતાં તે ચેક બાઉન્સ થયો હતો જે અંગે વર્ષ 2019 માં ચેક બાઉન્સનો કેસ દાખલ થયો હતો આ કેસ ચાલી જતાં જેમાં છ વર્ષે કોર્ટે ફરિયાદીની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો અને આરોપીને ચેકની દોઢી રકમ એક માસમાં પરત આપવા તથા 14માસની કેદ ની સજા ફટકારતા ફરિયાદીને ચેક બાઉન્સના કેસમાં છ વર્ષે ન્યાય મળ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,ધી ડી.પી.પેટ્રોકેમના વહિવટકર્તા પીનલ અરવિંદભાઈ ઠક્કરે દીપક હુકમચંદ વર્માને પ્લાસ્ટિક ગ્રાઇન્ડીંગ નું રો મટીરીયલ લાવી આપવા માટે ભાગીદાર બનાવ્યા હતા.આ સમય દરમ્યાન દીપક વર્માએ વિવિધ જગ્યાએ થી મટીરીયલ લાવી આપવાની બાહેંધરી આપી હતી અને પીનલભાઇ પાસેથી માલ ખરીદવા માટે આશરે રૂ. 48લાખની રકમ લઈને વિવિધ જગ્યાએ મોકલી આપી હતી પરંતુ નાણાંની સામે કોઇપણ પ્રકારનું મટીરીયલ લાવીને આપ્યું ન હતું તથા પૈસા પણ પરત આપ્યા ન હતા જેના કારણે પીનલભાઇને મટીરીયલ અને નાણાં એમ બંનેનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો ત્યારબાદ આ બાબતે બંને વચ્ચે સમાધાન કરાર થકી નાણાં ચૂકવવાની બાંહેધરી સમજૂતી થઇ હતી જે માટે દીપકભાઇ એ ચેકો આપી નોટરી સમક્ષ રૂબરૂ લખાણ કર્યું હતું પરંતુ આપેલ રકમ રૂ. 48,68,450ના ચેકો બાઉન્સ થતાં પીનલભાઇએ વર્ષ -2019 માં ચેક બાઉન્સ અંગેની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી પિનલભાઇના વકીલ વિરાજ ઠક્કર ની દલીલો સાથે આ કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતાં તા. 19 મી ફેબ્રુઆરીના રોજ કોર્ટે આરોપી દીપકભાઇ ને ચેકની રકમથી દોઢી રકમ ફરિયાદી પીનલ ઠક્કરને એક માસમાં ચૂકવવા તથા 14માસની કેદની સજા ફટકારી હતી અને જો દંડની રકમ ન ચૂકવે તો ત્રણ માસની વધુ સજાનો હૂકમ કર્યો હતો.આમ ફરિયાદીને છ વર્ષે ચેક બાઉન્સના કેસમાં ન્યાય મળ્યો હતો.
