Vadodara

છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાનું રાજીનામું

છોટાઉદેપુર: છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં હાલ ભાજપનું શાસન છે. જ્યારે સક્રિય બોડીમાં કારોબારી અધ્યક્ષ તરીકે સત્તારૂઢ રાજેશભાઈ રાઠવાએ એકાએક આજરોજ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ કરી ભાજપમાંથી રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું. જે મુદ્દો વેહલી સવારથી સમગ્ર છોટાઉદેપુરના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.

છોટાઉદેપુરના સક્રિય રાજકારણમાં સત્તારૂઢ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આજરોજ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોય જે મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. આવનારા સમયમાં રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું

સોશિયલ મીડિયા ઉપર કરેલી પોસ્ટમાં રાજેશ રાઠવાએ જણાવ્યું છે કે સ્થાનિક સંગઠન અને વહીવટના કારણે રાજીનામું આપું છું. આદિવાસી સમાજ અને વિસ્તારની ગુલામી કરીશ પરંતુ બહારની એજન્સીઓનો ગુલામ નહી બનું. શિક્ષિત યુવા વર્ગ સાથે રહીને સમાજનું કામ કરીશ .જિલ્લાનું ભવિષ્ય યુવા નક્કી કરશે તેમ વાયરલ પોસ્ટમાં જણાવ્યું છે. આ પોસ્ટથી છોટાઉદેપુરના રાજકારણનો માહોલ ગરમાયો હતો. જ્યારે ચર્ચાનો વિષય બન્યો અને છોટાઉદેપુર પંથકમાં ખળભળાટ મચ્યો છે

અહેવાલ: સંજય સોની છોટાઉદેપુર

Most Popular

To Top