પ્રતિનિધિ બોડેલી
છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ વરસતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના પ્રશ્નો આવ્યા હતા. જ્યારે વાત કરીએ સુખી ડેમની ત્યારે તેમાં પણ પાણીનો દબાણ વધુ પડતો થતા આજરોજ સુખી જળાશયમાં હાલ પાણીનું લેવલ ૧૪૭.૨૭ મીટર થયું છે.જેથી કરીને સુખી જળાશયમાં હાલ પાણીની આવક અને ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ હોવાને કારણે સુખી ડેમના ૬ ગેટ ૬૦.૦૦ સે.મી ઊંચાઈએ ખોલવામાં આવ્યા છે.જેનાથી નદીઓમા આશરે ૧૨૦૦૦ ક્યુસેક્સ પાણીનો જથ્થો પસાર થશે.
જેથી નિચાણના વિસ્તાર કિકાવાડા, ડુંગરવાંટ, ઘુટીયા, ગંભીરપુરા, પાલિયા, સજોડ, મોટીબેજ, નાનીબેજ, ઠલકી, વાઘવા, હુડ, વદેશિયા, ખાંડીયા, કોલિયારી, લોઢણ, મોટી રાસલી, નાની રાસલી, સિહોદ વિસ્તારના લોકોને નદી કિનારાથી દુર સલામત સ્થળે રહેવા તથા સાવચેત રહેવા જણાવ્યું હતું. કેમકે છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ થતા નદી નાળા છલકાયા છે. જેથી કરીને હાલ નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. જયારે ડેમના 6 ગેટ ખોલવામાં આવતા નદીમાં પાણીનો પ્રવાહ વધતા કેટલાક વિસ્તારોને એલાર્ટ કરવા જરૂરી હોય છે સાવચેતી પણ જરૂરી હોય છે