ગેરકાયદેસર રેતી ખનન સામે જાગૃત નાગરિકોની કાર્યવાહી, ખનીજ વિભાગની કામગીરી પર ગંભીર સવાલો**
પ્રતિનિધિ | બોડેલી
છોટાઉદેપુર જિલ્લો છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રેતી ખનનને કારણે ભારે ચર્ચામાં છે.ચાર દિવસ અગાઉ પાવીજેતપુર નજીક જનતા રેડમાં અનેક સાધનો ઝડપાયા બાદ આજે ફરી એકવાર નાની રાસલી અને લોઢણ વચ્ચે જનતા રેડ કરવામાં આવી છે, જેમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા બે મશીનો ઝડપાઈ ખનીજ વિભાગને સોંપવામાં આવી છે.
આ બીજી જનતા રેડથી ખનીજ વિભાગની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
24 કલાક ફરતી ખનીજ વિભાગની ગાડીઓને ખનન દેખાયું નહીં?
સ્થાનિક જાગૃત નાગરિકોનો સવાલ છે કે,
ખનીજ વિભાગની ગાડીઓ 24 કલાક ફિલ્ડ વર્ક માટે ફરતી હોવા છતાં આટલા મોટા પાયે ચાલતું ગેરકાયદેસર રેતી ખનન તેમને કેમ દેખાયું નહીં?
આ સવાલ સાથે આજે જનતા દ્વારા રેડ કરી નાની રાસલી ગામમાં ચાલતા રેતીના બ્લોકની બાજુમાંથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખાણકામ ઝડપી પાડવામાં આવ્યું.
અધિકારી કોઈ જવાબ આપવા તૈયાર નહીં, સ્થળ પર તણાવ

ઘટનાસ્થળે ખનીજ વિભાગનો એક અધિકારી હાજર હોવા છતાં
> “આ ખનન ગેરકાયદેસર છે કે કાયદેસર”
તે બાબતે કોઈ સ્પષ્ટ જવાબ આપવા તૈયાર ન હોવાથી લોકટોળામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
આ મુદ્દે
લોકટોળા અને ખનીજ વિભાગના અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તૂ-તૂ મેં-મેં
થઈ હતી, જેના કારણે સ્થળ પર તણાવની સ્થિતિ સર્જાઈ હતી.
માપણી બાદ બે મશીનો સીઝ
આખરે જાગૃત નાગરિકોની આગ્રહપૂર્વકની માંગ બાદ ગેરકાયદેસર ખનનની માપણી કરાવવામાં આવી અને
બે મશીનો જપ્ત કરી સુખી ગોડાઉન ખાતે સીઝ કરવામાં આવી.
હાલ સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
કેટલો દંડ થશે?
હવે મોટો પ્રશ્ન એ છે કે,
આ ગેરકાયદેસર રેતી ખનન કોણે કરાવ્યું?
અને ખનીજ વિભાગ દ્વારા કેટલો દંડ ફટકારવામાં આવશે?
કારણ કે છોટાઉદેપુર જિલ્લામાં વારંવાર આવા બનાવો સામે આવતા હોવા છતાં ખનીજ વિભાગની કામગીરી શંકાના ઘેરામાં છે.
પત્રકારોના ફોન પણ ન ઉઠાવતા અધિકારીઓ!
આ સમગ્ર મામલે વધુ એક ચિંતાજનક બાબત એ છે કે,
પત્રકારો માહિતી મેળવવા ખનીજ વિભાગના ફિલ્ડ અધિકારીઓને ફોન કરે ત્યારે કેટલાક અધિકારીઓ ફોન પણ રિસીવ કરતા નથી.
આથી પ્રશ્નો ઊભા થયા છે કે,
પત્રકારોને સાચી માહિતી આપવામાં વાંધો શું છે?
પારદર્શકતા કેમ રાખવામાં આવતી નથી?
આવા અનેક સવાલો આજે જનતા અને મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.
અહેવાલ: ઝહીર સૈયદ
બોડેલી | છોટાઉદેપુર