Nasvadi

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં સતત વરસાદથી નદીઓ બે કાંઠે

નસવાડી: છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદ થી જિલ્લાની મેણ નદી, હેરણ નદી, ઓરસંગ નદી અને અશ્વિન નદી બે કાંઠે વહી રહી છે. સતત વરસાદથી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના લિન્ડા ધણીયા ઉમરાવ અને ચામેથાના તળાવો છલોછલ ભરાઈ ગયા છે. તળાવો ભરાતા ખેડૂતોને શિયાળામાં સિંચાઈ માટે પાણી મળી રહેશે.

નદીઓ બે કાંઠે સતત વહી રહી હોવાથી નદી કાંઠાના વિસ્તારોના જળસ્તર ઊંચા આવ્યા છે. ખેતી માટેના સિંચાઈના બોરોના જળસ્તર ઊંચા આવતા ખેડૂતોને મોટો ફાયદો થશે.

છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. હાલ આ વરસાદથી ડુંગર વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો માટે મોટો ફાયદો છે. જ્યારે ડાંગર પકવતા ખેડૂતોને પણ ઘણો મોટો ફાયદો થયો છે. છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકામાં સારો વરસાદ થતા આ વર્ષે ખેતી સારી થશે તેવી આશા જાગી છે.

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં સવાર ના 6 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી ના વરસાદ ના આંકડા

નસવાડી તાલુકામાં 13 એમએમ વરસાદ
બોડેલી તાલુકામાં દોઢ ઇંચ વરસાદ
સંખેડા તાલુકામાં એક ઇંચ વરસાદ
છોટાઉદેપુર તાલુકામાં 1 એમએમ વરસાદ
કવાંટ તાલુકામાં એક ઇંચ થી વધારે વરસાદ
પાવીજેતપુર તાલુકામાં 10 એમએમ વરસાદ


Most Popular

To Top