Vadodara

છોટાઉદેપુરના કલેક્ટર ડો,અનિલ ધામેલિયા બન્યા વડોદરાના કલેક્ટર, બીજલ શાહની નવી જવાબદારી

રાજ્યમાં મોટા પાયે આઇએએસ અધિકારીઓની બદલી : 68 અધિકારીઓના ટ્રાન્સફર, 4 ને મળ્યું પ્રમોશન

ગુજરાત રાજ્યમાં મોટા પાયે આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કુલ 68 અધિકારીઓના ટ્રાન્સફર કરાયા છે, જ્યારે 4 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.

છોટા ઉદેપુરના કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયા હવે વડોદરાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ છોટા ઉદેપુરમાં અનેક મહત્વપૂર્ણ વિકાસપ્રવૃત્તિઓમાં ભાગીદાર રહ્યા છે.

હાલના વડોદરા કલેક્ટર બીજલ શાહને ગુજરાતના લેન્ડ રેકોર્ડ ડાયરેક્ટર તરીકે નિમણુક આપવામાં આવી છે. તેઓ આ પદ પર જમીન અને મિલકત સંબંધિત મહત્વની નીતિઓ પર કામ કરશે.

Most Popular

To Top