Vadodara

છોટાઉદેપુરથી શહેરમાં ઇંગ્લિશ દારુનો જથ્થો આપવા આવેલ બે મહિલાઓને પી.સી.બી. એ ઝડપી પાડી,ત્રણ વોન્ટેડ..

ઇંગ્લિશ દારૂ કિ.રૂ. 26,100 તથા બે મોબાઇલ ફોન કિં.રૂ. 5500મળી કુલ રૂ. 31,600ના મુદામાલ ઝડપી પાડ્યો

હવે દારુનો હેરફેર માટે મહિલાઓનો ઉપયોગ કરવાની બુટલેગરો ની ચાલ..

છોટાઉદેપુર ખાતેથી બે મહિલાઓ ઇંગ્લિશ દારૂનો જથ્થો શહેરમાં લાવતા પી.સી.બી.ટીમે સોમા તળાવ ખાતેથી દારુના જથ્થા સાથે ઝડપી પાડી કુલ રૂ.31,600ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ, પી.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર સી.બી.ટંડેલ નાઓ દ્વારા પ્રોહી-જુગાર સહિતની પ્રવૃત્તિઓ આચરતા ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી દરમિયાન મળેલ બાતમીના આધારે શહેરના સોમાતળાવ ખાતેથી છોટાઉદેપુર થી બે મહિલાઓ વડોદરા શહેરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી હતી તેઓને ઝડપી પાડી તપાસ કરતાં મધ્યપ્રદેશ ના અલિરાજપુર જિલ્લાના ચોહજી ગામના માલ ફળિયામાં રહેતી સુરલીબેન બસલાભાઇ બાલુભાઈતોમર તથા શંકરીબેન ગુજલાભાઇ દીતલીયઃભાઇ ધાણુ જેઓમા એકની પાસે ખભે ભરવવાનુ મહિલા પર્સ તથા હાથમાં પકડેલ થેલામાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારની બોટલ નંગ-84 જેની કિંમત રૂ. 26,100 તથા બે મોબાઇલ ફોન જેની આશરે કિં.રૂ.5500 મળીને કુલ રૂ. 31,600નો મુદામાલ ઝડપી પાડ્યો હતો પોલીસની પૂછપરછમાં આ દારુનો જથ્થો મધ્યપ્રદેશ ના શાંતપુર ગામના મિશ્રાજીના ઠેકા ઉપરથી દારુનો જથ્થો લાવેલ જે વડોદરામાં વિપુલ રાઠવા તથા રાધે નામના માણસને આપવાનો હોવાનું જણાવેલ પોલીસે બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી બંને મહિલાઓને કપૂરાઇ પોલીસ સ્ટેશને પ્રોહી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top