મોટા ભાગે દરેક યુવકને બે પત્ની સાથે જીવનના અસામાન્ય સ્વપ્ન જોવાની ઘેલછા હોય છે. પણ આ સ્વપ્ન સાચું થઇ જાય તો?? છત્તીસગઢના બસ્તરમાં યોજાયેલા લગ્નએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. અહીં રહેતા ચંદુ નામના યુવકે તેની બંને ગર્લફ્રેન્ડ સાથે એક જ મંડપ હેઠળ લગ્ન કર્યા હતા. આ યુવક લાંબા સમયથી તેની બંને ગર્લફ્રેન્ડ સાથે સંબંધમાં હતો. લગ્ન 3 જાન્યુઆરીએ યોજાયા હતા, જેમાં ગામના ઘણા લોકોએ ભાગ લીધો હતો.
ચંદુએ કહ્યું કે બંને છોકરીઓ તેને ખૂબ પ્રેમ કરે છે. તેથી તે કોઈને છેતરવા માંગતો ન હતો. આશરે ત્રણ વર્ષ પહેલા તે ટોકાપાલ વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક પોલ્સ લગાવવા ગયો હતો. ત્યાં તેની મુલાકાત 21 વર્ષની સુંદરી કશ્યપ સાથે થઇ હતી અને બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં હતા. પછી ફોન પર વાતચીત શરૂ થઈ, અને લગ્નની યોજનાઓ થવા લાગી હતી.
આ સંબંધના એક વર્ષ પછી, 20 વર્ષીય હસીના બઘેલ ચંદુના ગામમાં એક સંબંધીના લગ્નમાં આવી હતી. દરમિયાન અચાનક બંનેએ એક બીજાને જોયો અને પ્રેમમાં પડી ગયા. આ પછી બંનેએ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો અને ચંદુએ કહ્યું કે તે પહેલેથી જ કોઈની સાથે સંબંધમાં છે. જો કે હસીનાને પણ આમાં કોઈ વાંધો નહોતો.
ચંદુએ એક દિવસ હસીના અને સુંદરીને એક બીજાનો પરિચય કરાવ્યો. બંનેને તેની સાથે સંબંધ બાંધવામાં કોઈ તકલીફ નહોતી. પરંતુ જ્યારે એક સુંદરીને ખબર પડી કે હસીનાએ ચંદુ સાથે ઘરે રોકાવાનું શરૂ કર્યું, ત્યારે તેણે કંઈક આવું જ કર્યું અને તે પણ તેના ઘરે આવી પહોંચી. ત્યારબાદથી ત્રણેય પરિવારની જેમ ઘરમાં રહેવા લાગ્યા હતા.
ચંદુએ જણાવ્યું હતું કે જ્યારે ત્રણેય લગ્ન વિના સાથે રહેવા લાગ્યા ત્યારે બધાએ સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ ગામ લોકો ભેગા થયા અને અમારા ત્રણેયને એક જ મંડપમાં લગ્ન કરાવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકોએ આવીને તેમને આશીર્વાદ પણ આપ્યા હતા.
મહત્વની વાત છે કે હસીનાના પરિવારજનોએ પણ આ લગ્નમાં ભાગ લીધો હતો. પરંતુ સુંદરીના ઘરેથી કોઈ આવ્યું ન હતું. જો કે , સુંદરીને લાગે છે કે તેના પરિવારના સભ્યો જલ્દીથી આ લગ્ન માટે સંમત થઈ જશે. આ લગ્ન હિન્દુ મેરેજ એક્ટ હેઠળ માન્ય નથી. પરંતુ આવા લગ્ન આદિવાસી સંસ્કૃતિમાં માન્યતા ધરાવે છે.