Vadodara

છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં સવા બે ઇંચ વરસાદ

વડોદરા મનપા દ્વારા આજવા સરોવર, પ્રતાપ સરોવરના દરવાજા બંધ કરવાનો નિર્ણય નિરર્થક સાબિત થયો, વિશ્વામિત્રી ની જળસપાટી સવારે 36.5ફૂટ કેટલાય વિસ્તારોમાં જળબંબાકાર

કેટલાક વિસ્તારોમાં પાલિકા તંત્ર દ્વારા કોઇ સૂચના પણ ન અપાતા લોકો જીવનજરુરિયાતની વસ્તુઓ પણ ન ખરીદી શક્યા

ઝાયડસ હોસ્પિટલમાં બેઝમેન્ટ સહિત આસપાસ ત્રણ ફૂટ વરસાદી પાણી ભરાયા..

મંગળવારે બપોરે મેઘરાજાએ વિરામ લીધો હતો પરંતુ સોમવારે શહેરમાં સાડા અગિયાર ઇંચ વરસાદ તથા ઉપરવાસમાંથી ભારે વરસાદને પગલે આજવા સરોવર, પ્રતાપ સરોવર તથા દેવડેમનુ પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી જતા 37ફૂટ પાણીથી શહેરમાં અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા ત્યારે મંગળવારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર, મેયર સ્થાઇ ચેરમેન તથા ધારાસભ્યો દ્વારા બેઠક યોજી વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટે અને વડોદરામાં ખાનાખરાબી ઓછી થાય તે માટે મંગળવારે રાત્રે આજવા સરોવર, પ્રતાપ સરોવર તથા દેવડેમના દરવાજા નીચા કરી વિશ્વામિત્રી નદીમાં છોડાતુ પાણી બંધ કરાયું હતું પરંતુ તંત્રનો આ દાવ નિષ્ફળ જણાયો છે કારણ કે બુધવારે સવારે એક તરફ વરસાદ શરૂ થયો હતો અને બીજી તરફ વિશ્વામિત્રી નદીની જળસપાટી માત્ર અડધો ફૂટ ઘટી હતી પરંતુ સવારે 36.5 ફૂટે વિશ્વામિત્રી હતી આમ વિશ્વામિત્રી નદીના પાણી અવિરત શહેરમાં પ્રવેશવાનુ ચાલુ રહ્યું છે. ઘણા વિસ્તારોમાં લોકોના મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે.

હવામાન વિભાગ દ્વારા હજી વડોદરા માથે 48 કલાક જોખમી હોવાની આગાહી કરવામાં આવી છે બીજી તરફ વિશ્વામિત્રી નદીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળતા કેટલાય વિસ્તારો જળબંબાકાર થયા છે. મહિસાગર, વડોદરા તથા પંચમહાલમા હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોય હજી શહેર માથે ખતરો ટળ્યો નથી મધ્યપ્રદેશ તરફ ડીપ ડીપ્રેશન સૌરાષ્ટ્ર તરફ આગળ વધતાં સૌરાષ્ટ્ર, રાજકોટ સહિતના વિસ્તારોમાં આગામી 48કલાક અતિ ભારે વરસાદ વરસી શકે છે.
વડોદરામાં પૂરની પરિસ્થિતિ અને હજી વધુ 48 કલાક વરસાદની આગાળીને પગલે શહેરમાં શાળાઓ કોલેજોમાં વરસાદી પાણી ભરાયા છે અને રોડરસ્તાઓ અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર હોવાથી શાળાઓ કોલેજોમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રજા આપવામાં આવી છે.
ભારે વરસાદને પગલે રાજ્યમાં એસ.ટી.વિભાગને દસ લાખનું નુકસાન થયું છે. વડોદરામાં એસ.ટી.બસ, સિટી બસસેવા ખોરવાઇ ગઇ છે બીજી તરફ વડોદરા, બાજવા, ડભોઇ સહિત રેલવે ટ્રેક પર વરસાદી પાણી ફરી વળતા ટ્રેનોના શિડ્યુલ્ડ ખોરવાઇ ગયા છે જેના કારણે અનેક મુસાફરો અટવાયા છે.

શહેરના અક્ષરચોક વિસ્તારમાં વડોદરા તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની ચેતવણી કે સાયરન ન વગાડતા તથા સૂચના ન આપતા મંગળવારે સાંજે સાડા ચાર કલાકે અચાનક મુજમહુડા નજીક થી પસાર થતી વિશ્વામિત્રી નદીના પાણી આવી જતાં મુજમહુડા, અક્ષરચોક, વિસ્તારમાં આવેલી દુકાનો મકાનોમાં ધસમસતા વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને નુકશાન થયું છે બીજી તરફ લોકો પણ આ વિસ્તારમાં ખતરાથી નિશ્ચિંત હોય જરૂરી જીવનજરુરિયાતની ચીજવસ્તુઓ પણ લાવી શક્યા ન હતા કે પોતાના વાહનો સુરક્ષિત મૂકી શક્યા ન હતા અને અચાનક વિશ્વામિત્રી નદીના ધસમસતા પાણી ત્રણ થી ચાર ફૂટ ભરાઇ જતાં લોકોના વાહનોમાં પાણી ભરાયા હતા અહીં ઝાયડસ જેવી મોટી હોસ્પિટલ ના બેઝમેન્ટ સહિત આસપાસ વિશ્વામિત્રી નદીના પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો દર્દીઓના સગાઓ અટવાયા હતા અને તેઓના વાહનોમાં પાણી ફરી વળ્યા હતા.
શહેરના કલાલી તથા વડસર વિસ્તારમાં સૌથી વધુ હાલત કફોડી બની છે અહીં એસડી આર એફ, ફાયરબ્રિગેડની ટીમોને ઉતારવી પડી હતી બીજી તરફ શહેરના સમા વિસ્તારમાં સિધ્ધાર્થ બંગલો, ઉર્મિ સ્કૂલ, મંગલપાંડે રોડ, કારેલીબાગ વિસ્તારમાં જળબંબાકાર સર્જાયો છે અનેક ગાડીઓ પાણીમાં ડૂબી છે.
વડોદરા મહાનગરપાલિકાના તંત્રની નિષ્ફળતા વધુ એકવાર જોવા મળી રહી છે. અગાઉ વડોદરામાં સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવી તે દિશામાં ચોક્કસ કામગીરી કરવાને બદલે ફક્ત બેઠકો યોજી કાગળ પર નકશાઓ, વરસાદી કાંસો ના લે આઉટ તૈયાર કરવાના દેખાડાઓ કરી જનતાનું ધ્યાન અન્યત્ર ડાયવર્ટ કર્યું જેથી પોતાના માથે માછલાં ન ધોવાય પરંતુ કોઇ બોધપાઠ કે આગામી આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કોઇ જ યોગ્ય કામગીરી ન કરાતાં વડોદરામાં ભારે તારાજી સર્જાઇ છે.

વરસાદ બાદ વડોદરામાં વહાલા દવાલાની નીતિ પણ સર્જાઇ શકે છે અહીં ખરેખર જેઓને વરસાદી પાણીથી નુકશાન થયું છે તેઓને કેશડોલનો લાભ ઓછો પહોંચશે. જે નેતાઓ, જે કાઉન્સિલરો પોતાના વિસ્તારમાં દેખાયા નથી આવી પરિસ્થિતિમાં તેઓ કેશડોલ સમયે પોતાના દલાલો જે તે વિસ્તારોમાં પાળેલા આગેવાન દલાલો સાથે મળીને ખાયકી કરી શકે છે. શહેરમાં હજી પણ ઘણાં અસરગ્રસ્ત લોકો સુધી કોઇ સુવિધાઓ પહોંચી નથી શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયારોડ, આજવારોડ, સોમાતળાવ જેવા વિસ્તારોમાં જરૂરી સેવાઓ નથી પહોંચી તેની પાછળનું કારણ અત્યારથી કેટલાક રાજકીય લોકોના બની બેઠેલા ચમચાઓ સંસ્થાની સેવાઓનો લાભ પોતાની સોસાયટી, સગાઓ માટે મેળવી રહ્યાં છે અને ખરેખર અસરગ્રસ્તોને લાભ નથી મળી રહ્યો. આગળ સરકાર દ્વારા કેશડોલ સમયે પણ આ જ સ્થિતિ સર્જાઇ શકે તેમ છે.
વડોદરામાં હજી બુધવારે સાડા આઠ કલાકે વરસાદ વરસવાનું ચાલુ છે સવારથી સવા ઇંચ વરસાદ પડ્યો છે વડોદરાવાસીઓના જીવ અધ્ધર થઇ ગયા છે વરસાદને પગલે. બીજી તરફ શહેરમાં બાળકોને દૂધ નથી મળી રહ્યાં તંત્રના અંકુશ ન હોય દૂધ, શાકભાજીના ભાવો ત્રણ થી ચાર ગણા લેવામાં આવી રહ્યાં છે એકરીતે રીતસરની લૂંટ ચાલી રહી છે જેના પર કોઇ અંકુશ રહ્યો નથી. તકલીફ સમયે માનવતા દાખવવાને બદલે કેટલાક તકસાધુઓ દ્વારા દૂધ અને શાકભાજી નું કાળાબજાર શરૂ કરી લૂંટવાનુ શરૂ કર્યું છે ખરેખર આવા લોકો વિરુદ્ધ પોલીસે એક્શન લેવી જોઈએ પરંતુ બધા તમાશો જોતા હોય તેમ જણાય છે જ્યારે વેરો ભરતી વડોદરાની જનતા બિચારી લાચાર બની એક તરફ કુદરત, પ્રશાસનનો માર વેઠી રહી છે અને રહી સહી કસર તકસાધુઓ લેભાગુ તત્વો દ્વારા ચલાવાતી લૂંટનો શિકાર બની રહ્યાં છે બીજી તરફ તંત્ર ફક્ત બેઠકો યોજી જનતાને ફક્ત મૂર્ખ બનાવી પોતાના હાલ પર જીવવા છોડી દીધા છે.

Most Popular

To Top