સામાજિક કાર્યકર વિજય જાદવે કોર્પોરેશન તથા મૂર્તિકારો સામે કાર્યવાહીની માંગ કરી
વડોદરા શહેરના છાણી કેનાલ પાસે ગ્રીનબેલ્ટની જગ્યામાં જગ્યામાં ગણેશની ખંડિત થયેલી મૂર્તિઓને કારીગરો જેમતેમ મૂકીને જતા રહ્યા તેની સામે સામાજિક કાર્યકર વિજય જાદવે કોર્પોરેશન તથા મૂર્તિકારો સામે કાર્યવાહીની માંગ કરી અને ખંડિત થયેલી મૂર્તિઓનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી .
શહેરમાં ગણપતિ ઉત્સવ ની ધૂમધામથી ઉજવણી થતી હોય ત્યારે મૂર્તિકારો શ્રીજીની પ્રતિમાનું જુદી જુદી જગ્યા ઉપર વેચાણ કરતા હોય છે. વડોદરા શહેરના છાણી કેનલ પાસે ગ્રીનબેલ્ટ માં મૂર્તિકારો શ્રીજીની નાની મોટી પ્રતિમાનું વેચાણ થયા બાદ ખંડિત થયેલી મૂર્તિઓ ગ્રીનબેલ્ટમાં જેમની તેમ મૂકીને જતા રહ્યા હતા. ત્યારે આજે સામાજિક કાર્યકર વિજય જાદવે મૂર્તિકારો તથા કોર્પોરેશન તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો કે કોર્પોરેશન દ્વારા જ્યારે મૂર્તિકારોને આ જગ્યા ફાળવેલી હોય ત્યારે તેમની જવાબદારી હોય છે. આ જગ્યાની સાફ-સફાઈ તથા આ ગ્રીન બેલ્ટમાં થયેલા દબાણો દૂર કરવાની તેમની ફરજમાં આવે છે. જેથી સામાજિક કાર્યકરે કોર્પોરેશન સામે માંગણી કરી છે જે તે મૂર્તિકાર હોય આ જગ્યા પર ખંડિત થયેલી શ્રીજીની પ્રતિમાઓ મૂકી જતા રહેલા હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ ખંડિત થયેલી મૂર્તિઓનું વિસર્જન કરી તે જગ્યાથી નિકાલ કરવામાં આવે તેવી માંગ સામાજિક
કાર્યકર કરી હતી
બાઈટ.
વિજય જાદવ -સામાજિક કાર્યકર