છાણીથી શરૂ થયેલી વિરોધની ક્રાંતિનો પડઘો શહેરભરમાં પડઘો પડશે ? ગ્રામજનો
સોમવારે વિશાળ રેલી યોજી કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાશે

( પ્રતિનિધી )વડોદરા,તા.1
વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ સ્મશાનોનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે છાણી સ્મશાનને લઈ આજરોજ ગ્રામજનોએ ઢોલ નગારા સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ રવિવારે ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક સવારે છ થી બપોરના એક દરમિયાન બંધનું એલાન આપવામાં આવ્યું છે અને સોમવારે વિશાળ રેલી યોજીને કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ સ્મશાનોને કોન્ટ્રાક્ટ તથા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેનો શરૂઆતથી જ વિરોધ લોકો દ્વારા દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે શુક્રવારે છાણીના ગ્રામજનો દ્વારા ઢોલ નગારા બેનર પોસ્ટર સાથે સ્મશાનોના ખાનગીકરણનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિક રહીશ મીનેશભાઈએ જણાવ્યું હતું કે, કોર્પોરેશને જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સ્મશાનોને લઈ જવામાં આવ્યા છે. એના વિરોધમાં અમે સમસ્ત ગ્રામજનોએ ભેગા થઈને આ કોન્ટ્રાક્ટપ્રથાના વિરોધમાં અમારા જે ટ્રસ્ટીઓ હતા. પહેલા જે વહીવટ કરતા હતા એ સારો જ કરતા હતા. અને અમારી ઈચ્છા પ્રમાણે સારી રીતે વહીવટ ચાલતો હતો. એજ રીતે ચાલે અને અમારે કોઈ કોર્પોરેશનની કે કોન્ટ્રાક્ટની જરૂર નથી. અમે જે છાણી સ્મશાન માટે વિરોધની ક્રાંતિની શરૂઆત કરીએ છીએ. આવતીકાલે સમગ્ર શહેરમાં આનો પડઘો પડવાનો છે.
હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, છાણી મુક્તિધામ બચાવો અભિયાન માટે ભેગા થયા છે. વીએમસી જેને કોન્ટ્રાક્ટ હેઠળ સોંપવા જઈ રહી છે. અત્યારે કોર્પોરેશન એવું કહી રહી છે કે, અમે તદ્દન મફત સેવા આપીશું. આ મફત પૈસા ઓછા છે. ટેક્સ ના પૈસા છે. અત્યાર સુધી છાણી સ્મશાન અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલું છે અને આજ દિન સુધી કોઈ એક વ્યક્તિને પણ એક રૂપિયાની તકલીફ પડી નથી. અને આજે જ્યારે કોન્ટ્રાક્ટ પર જઈ રહ્યું છે. ત્યારે સરકારના જેટલા પણ કોન્ટ્રાક્ટ પર કામ થાય છે એ તદ્દન નિષ્ફળ જાય છે. અમારે કોર્પોરેશનની કોઈ મફત સેવા જોઈતી નથી. અમે આજથી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી રહ્યા છે અને સમગ્ર છાણી ગામમાં સોસાયટીઓમાં પદયાત્રા યોજીને અમારી જે રૂપરેખા છે તે લોકોને જણાવવામાં આવી રહી છે. આગામી રવિવારે ગામમાં સવારે છ થી બપોરના એક દરમિયાન સ્વૈચ્છિક બંધનું એલાન આપવામાં આવ્યું છે અને સોમવારે બપોરે છાણી મંડળી ખાતેથી અમે વિશાળ સંખ્યામાં એકત્ર થઈ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરને રેલી રૂપે રજૂઆત કરીશું તેમ છતાં પણ જો કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે આગળની પણ રૂપરેખા અમે ટૂંક સમયમાં જાહેર કરીશું.